અમિત પટેલ અંબાજી
પાલનપુર તાલુકા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ-૬૧૯ તથા છુટક નંગ-૩૭૯ મળી કુલ બોટલ નંગ-૭૮૦૭ કિ.રૂ.૨૯,૨૭,૬૨૫/- રોકડ રકમ રૂ.૫૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ટ્રક નં. GJ.18.AT.9685 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ટ્રકની ચાવી કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩૯,૩૭,૬૨૫/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા”
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ શ્રી એ.બી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. નાઓ સ્ટાફના માણસો સાથે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અનાર્મ હેડ કોન્સ દિગ્વિજયસીંહ રામસીંહ નાઓને બાતમી હકીકત મળેલ કે, “એક ટાટા ટ્રક નં.GJ.18.AT.9685 નુ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરી અમીરગઢ થી પાલનપુર તરફ જઇ રહેલ છે.” જે હકીકત આધારે મોજે સોનગઢ ગામની સીમમાં અમીરગઢ-પાલનપુર હાઇવે હોટલ મહાકાલની સામે રોડ ઉપર ટ્રકને પકડી લીધેલ જે ટ્રકમાં ઉપર કોલસા ભરેલ હોય જે કોલસાની નીચે એક લોખંડનુ બોક્સ બનાવેલ હોય જે બોકસમાં ગે.કા અને વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ-૬૧૯ તથા છુટક નંગ-૩૭૯ મળી કુલ બોટલ નંગ-૭૮૦૭ કિ.રૂ.૨૯,૨૭,૬૨૫/- રોકડ રકમ રૂ.૫૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ટ્રક નં. GJ.18.AT.9685 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ટ્રકની ચાવી કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩૯,૩૭,૬૨૫/- નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક કિશનારામ સ/ઓ ગીરધારીરામ ભગવાનારામ જાતે.જાટ (ગોદારા) ઉ.વ.૨૧ રહે.ગામ.બેરીવાલા તલા પોસ્ટ.ગોદારાસર તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડાઇ જઇ તથા દારૂનો જથ્થો ભરાવનાર મોહનરામ ગોદારા રહે.બાડમેર મો.નં.૯૫૧૭૧૨૫૫૨૧ ની વિરૂધ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બાતમી મેળવનાર-
HC દિગ્વિજયસીંહ રામસીંહ
કામગીરી કરનાર અધિકારી/સ્ટાફના કર્મચારીઓની વિગત:-
PSI શ્રી એ.બી.ભટ્ટ
PSI શ્રી પી.એલ.આહીર
ASI નરપતસિંહ શીવુભા
HC નરેશભાઇ લક્ષ્મણભાઇ
HC દિગ્વિજયસીંહ રામસીંહ
PC પ્રકાશકુમાર માવજીભાઇ
PC મોધજીભાઇ શામળભાઇ
PC ભરતજી કલુજી
PC ઇશ્વરભાઇ ભીખાભાઇ