પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો.તરૂણભાઇ નાંદવાને મહુવા,મેઘરજ સિનેમા પાસે સાવર કુંડલા રોડ ઉપર મગનભાઇ ડાયાભાઇ પરમાર તથા અમન અબ્દુલકાદર મોરખ રહે.મહુવાવાળા જાહેરમાં માણસો ભેગા કરી પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી-રમાડે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. મગનભાઇ ડાયાભાઇ પરમાર ઉ.વ.૫૭ ધંધો-હિરા કામ રહે.મીલની ચાલી,રેલ્વે સ્ટેશન રોડ,મહુવા
2. અમનભાઇ અબ્દુલકાદર મોરખ ઉ.વ.૨૧ ધંધો-વેપાર રહે.નવા જાપા,બોરડી ફળીયુ વિસ્તાર,મહુવા
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
વરલી મટકાના જુદાં-જુદાં આંકડાઓ લખેલ કાપલીઓ નંગ-૭ તથા નાની ડાયરી નંગ-૧ કિ.રૂ.૦૦/- તથા પેન નંગ-૨ કિ.રૂ.૦૦/- તથા રોકડા રૂ.૧૧,૪૭૦/- નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાગુ તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,ભદ્દેશભાઇ પંડયા,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા વગેરે જોડાયાં હતાં.