Crime

ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ રૂ.૧ કરોડ ૧૦ લાખની આંગડિયા લુંટના બનાવના આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર જિલ્લા પોલીસ

ગઇ કાલ તા.૨૨/૦૭/૨૦૨૩ના રોજ વહેલી સવારના સાડા છએક વાગ્યાના સમય દરમ્યાન શિહોર,બસ સ્ટેશન, પાળીયાધાર ખાંચામાં આવેલ આર.મહેન્દ્ર નામની આંગડીયા પેઢીના ડ્રાઇવર તથા કલીનર નિત્યક્રમ મુજબ ઢસાથી ભાવનગર તરફના રૂટમાં મારૂતિ કંપનીની S X 4 ફોર વ્હીલ ગાડીમાં આંગડીયા પેઢી લગતાં રોકડ રકમ,સોના-ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ લઇ શિહોર ખાતે આવેલ.ત્યારે ૨૫ થી ૩૦ વર્ષના પાંચ અજાણ્યા માણસોએ તેઓની ફોર વ્હીલ ગાડીને આંતરીને ઉભી રખાવી ગાડીના કલીનર તથા ડ્રાયવરને ઢીકા પાટુનો માર મારી કર્મચારીને ગાડી સાથે લઇ જઇ લુંટ-અપહરણ કર્યા અંગેની મૌખિક ખબર આંગડીયા પેઢીના કર્મચારી દ્રારા શિહોર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ.

આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ ઇન્સ. એચ.જી.ભરવાડ ઉપરી અધિકારીઓને બનાવની હકિકતની જાણ કરતાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ  મીહિર બારીયા ના.પો.અધિક્ષક શ્રી,પાલીતાણા વિભાગ તથા ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો તથા એસ.બી. ભરવાડ પોલીસ ઇન્સ.,એસ.ઓ.જી., ભાવનગર તથા એસ.ઓ.જી. સ્ટાફ અને શિહોર પોલીસ સ્ટેશનનાં સ્ટાફને આ લુંટનો ગુન્હો તાત્કાલિક શોધી મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડી ભોગ બનનારને મુકત કરાવવા માટે સખત સુચના આપેલ.

આ ગુન્હા અંગેની ઉપરોકત અધિકારીશ્રીઓ તથા સ્ટાફના માણસોએ પ્રાથમિક વિગતો મેળવી આ માણસો લુંટમાં ગયેલ ફોર વ્હીલ કાર લઇને શિહોરથી રંગોલી ચોકડી તરફ થઇ કરદેજ, ઉંડવી તથા નેસડા થઇને ઘાંઘળી તરફ ગયેલ હોવાની માહિતી આધારે પીછો ખાનગી વાહનમાં પીછો કરતાં લુંટ ચલાવનાર આરોપીઓ ચોગઠ ઢાળથી આગળ ઉમરાળા જવાના રસ્તે આવેલ ચેતન હનુમાન મંદિર પાસે લુંટમા ગયેલ ગાડી મુકીને  ગાડીમાં રહેલ આંગડીયા પેઢીનો સોના-ચાંદીના દાગીના,હિરા તથા રોકડ રકમ લઇને ચોગઠ ઢાળ થી ડંભાળીયા નવાગામની સીમમા નાસી ગયેલ.

આ જગ્યાએ આરોપીઓને ચારે તરફથી ઘેરી લઇ પકડી પાડવા માટે ભરપુર વરસાદી વાતાવરણમાં હોવા છતાં અલગ-અલગ ચાર ટીમો બનાવવામાં આવેલ. જેમાં શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રવેશ તથ બહાર જવાના વિસ્તારોના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ મેળવવા. ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ મારફતે આરોપીઓની ઓળખ કરવી, મુદ્દામાલની તપાસ તજવીજ શરૂ કરવામા આવેલ હતી.

આ દરમ્યાન શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.જી. ભરવાડને તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, આ ગુનામા સંડોવાયેલ લુંટના આરોપીઓ મોટા નવાગામ ગામની સીમમા મેલડી માતાના મંદિરની આજુ-બાજુમાંથી રોડ તરફ ભાગવાની પેરવીમા છે. જે હકિકત આધારે તમામ ટીમોને અલગ- અલગ કરી આ જગ્યામાં વિશાળ પ્રમાણમાં પાણી ભરાયેલ હોય અને બાવળની કાંટથી ભરચક હોય. જે જગ્યાને કોર્ડન કરી શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારની આજુ-બાજુના વલ્લભીપુર, ઉમરાળા, સોનગઢ તથા વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફની મદદ મેળવી જગ્યાને કોર્ડન કરવામાં આવેલ.આ જગ્યાએ  ખુબ જ વરસાદ ચાલુ હોવાથી અને રંઘોળી નદીમાંથી પાણી છોડવામાં આવેલ હોય જે છાતીસમા પાણીમાં પોલીસની અલગ-અલગ ટીમો તથા આજુ-બાજુના ગામના સ્વયંસેવકોએ જઇ આરોપીઓની શોધખોળ ચાલુ કરેલ. આ જગ્યાની આજુ-બાજુમાં આવેલ મંદિરો ઉપર પોલીસ સ્ટાફને વોચમાં રખાવતા એક આરોપી મળી આવતા તેને પુછપરછ માટે હસ્તગત કરવામાં આવેલ.

આ જગ્યાએ મોડી રાત્રીનો સમય થતા અન્ય આરોપીઓની તથા મુદામાલની શોધખોળ કરવા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ, શિહોર, વલ્લભીપુર, સોનગઢ, ઉમરાળા પોલીસ સ્ટેશનના માણસો તેમજ હોમગાર્ડ/ જી.આર.ડી. જવાનોને જગ્યાઓ  કોર્ડન કરી રાત્રીના આરોપીઓનુ સર્ચ ઓપરેશન લાઇટની મદદથી શરૂ રાખી રોડ પર સખત વાહન ચેકીંગ કરવા સુચનાઓ કરવામાં આવેલ. જેથી આરોપીઓ આ જગ્યા છોડી જઇ શકે નહિ.

આજરોજ વહેલી સવારના આશરે સાડા છએક વાગ્યાની આસપાસ ઘાઘળી ગામે બસ સ્ટેન્ડ નજીકથી આ લુંટમાં  સંડોવાયેલ નીચે મુજબનાં બે આરોપીઓ મળી આવતા તેઓને હસ્તગત કરી આરોપીઓ દ્રારા લુંટમા મેળવેલ સોના-ચાંદીના દાગીના,હીરા તથા રોકડ રકમ અંગે પુછપરછ કરતાં આરોપીઓએ ચોગઠ ઢાળ પાસે આવેલ ધુંધળીમલની જગ્યાની ઉપર ડુંગરની પાછળના ભાગે ઝાડી-જાખરામાં લુંટ કરી મેળવેલ મુદ્દામાલ છુપાવેલ હોવાનું જણાવેલ. જે લુંટમાં ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. આ ગુન્હાની તપાસ દરમ્યાન આંગડીયા પેઢીનો કર્મચારી પણ શંકાના પરિઘમાં આવેલ હોય.તેને પણ હસ્તગત કરી તેની સખત પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

આમ, ભાવનગર પોલીસને તેઓના સતત ચોવીસ કલાક કરતાં પણ વધારે સમયની અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે આ ગંભીર પ્રકારના આંગડીયા લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં અને આરોપીઓને પકડી પાડવામાં ખુબ જ મહત્વની સફળતા સાંપડેલ.

પકડવામાં આવેલ આરોપીઓઃ-

1.  પ્રકાશસિંહ પ્રહલાદસિંહ ઠાકોર ઉ.વ.૧૯ રહે.મફતુપુર તા.ઉંઝા જી મહેસાણા
2.  કૌશીકજી કાન્તીજી રાઠોડ ઉ.વ.૧૯ રહે.ડાભી તા.ઉંઝા જી.મહેસાણા મુળ-મુડેઠા તા.ડીસા જી.બનાસકાંઠા
3.  રણજીતસીંહ સોવનજી રાઠોડ ઉ.વ.૨૨ રહે.મુડેઠા તા.ડીસા જી.બનાસકાંઠા

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-

સોના-ચાંદીના દાગીના,રોકડ રકમ તથા હીરાના પેકેટ તથા લુંટમા ગયેલ ફોર વ્હીલ કાર સહિત કુલ રૂ.૧,૦૭,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર બારિયા , શ્રી એચ.જી.ભરવાડ પોલીસ ઇન્સ., પો.સબ ઇન્સ. શ્રી બી.કે.ગોસ્વામી શિહોર પો.સ્ટે.,શ્રી એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,એસ.ઓ.જી.,ઇન્ચાર્જ પોલીસ.ઇન્સ શ્રી બી.એચ. શીંગરખીયા,પો.સબ.ઇન્સ શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી એમ.વી.રબારી પો.સબ ઇન્સ. વરતેજ પો.સ્ટે., શ્રી એમ.આર. ભલગરીયા પો.સબ ઇન્સ., ઉમરાળા પો.સ્ટે., શ્રી પી.ડી.ઝાલા પો.સબ ઇન્સ., વલ્લભીપુર પો.સ્ટે. તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ, એસ.ઓ.જી. સ્ટાફ તથા ઉપરોકત પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ/જી.આર.ડી. તથા આજુ-બાજુના ગામના સ્વ્યંસેવકો વિગેરે જોડાયેલ હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *