Crime

કુલ-૫૧ મંદિર ચોરીનાં ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અગાઉ મંદીર ચોરીઓનાં ગુન્હામાં પકડાયેલ અતુલભાઇ પ્રવિણભાઇ ધકાણ તેની સાથે બે માણસો સોના-ચાંદિનાં દાગીનાં તથા રોકડ રકમ સાથે ઘાંઘળી ચોકડી શિહોર તરફ આવવાના રોડના નાકે ઉભા છે.તેઓ સોના-ચાંદિનાં દાગીનાં તથા રોકડ રકમ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા અંગે મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવેલ.

તેઓ પાસેથી મળી આવેલ નીચે મુજબનાં મુદ્દામાલ અંગે પુછપરછ દરમ્યાન તેઓ ત્રણેયએ તથા તેઓની સાથેના માણસોએ સાથે મળી છેલ્લા ઘણાં સમયથી ભાવનગર, અમરેલી, અમદાવાદ રૂરલ, અમદાવાદ સીટી, સુરેન્દ્દનગર, બોટાદ, પોરબંદર, સોમનાથ જીલ્લામા જુદી જુદી જગ્યાએ મંદીરોમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીઓ કરેલ હોવાની અને તેઓ પાસેથી મળી આવેલ ઉપરોકત સોનાની વસ્તુઓ આજથી આશરે આઠ-દસ દિવસ પહેલા સિહોરના પાલડી ગામની સીમમા આવેલ સીમાડાના મેલડી માતાજીના મંદીરમાંથી નંબર-૧ તથા ૨નાંએ ચોરી કરેલ હોવાનું તથા રોકડા રૂપીયા બજુડ ગામે રામદેવપીરના મંદીરના પરીસરમા રહેલ દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂ.૧૪,૪૦૦/- લીધેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમોઃ-

1. અતુલભાઇ પ્રવિણભાઇ ધકાણ ઉ.વ.૪૨ રહે.મુળ-નવાગામ તા.ગારીયાધાર હાલ-ફ્લેટ નં.૮,વાલમ ફ્લેટ, મનહરનગર, ખોડીયારનગર ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ
2. સંજયભાઇ  જગદીશભાઇ સોની  ઉ.વ.૩૫ રહે.મકાન નં.એ/૩, મહાશક્તિ સોસાયટી,અજંતા ઇલોરાની પાસે, હીરાવાડી, અમદાવાદ
3. ભરતભાઇ પ્રવિણભાઇ થડેશ્વર ઉ.વ.૪૪ ધંધો-સોનીકામ રહે.A/૩૦૧,નીલકંઠ હાઇટ્સ, નરોડા જી.આઇ.ડી.સી., મુઠીયા ટોલટેક્સની પાસે,નરોડા,અમદાવાદ મુળ-કરીયાણા તા.બાબરા જી.અમરેલી

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. સોનાની લીલા નંગવાળી નથનુ વજન-૨ ગ્રામ ૩૦ મીલીગ્રામ કિ.રૂ.૮,૦૦૦/-
2. સોનાના સાંકળી સાથેના છતર નંગ-૦૨ વજન ૨ ગ્રામ ૩૦ મીલીગ્રામ કિ.રૂ.૯,૫૦૦/-
3. સોનાની સરનુ વજન ૨ ગ્રામ ૬૭૦ મીલીગ્રામ કિ.રૂ ૧૨,૫૦૦/-
4. ભારતીય દરની રોકડ રૂ.૧૪,૪૦૦/-ની ચલણી નોટો
5. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન-૦૩ કિ.રૂ.૧૬,૦૦૦/- મળી

કુલ રૂ.૬૦,૪૦૦/- નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-

1. આજથી આશરે દસેક દીવસ પહેલા શિહોર પાલડી ગામની સીમમા આવેલ સીમાડાના મેલડી માતાજીના મંદીરમાંથી (૧) સોનાની નથ, સોનાના છતર તથા સોનાની સરની ચોરી કરેલ હતી જે અંગે ભાવનગર, સિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૧૯૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
2. આજથી સાતેક વર્ષ પહેલા ગારીયાધાર,ભીડભંજન મહાદેવ મંદીર મીઠાકુવા મંદીરનાં મેઇન ગેઇટની લોખંડની ગ્રીલ તોડી મંદીરમાં શંકર ભગવાન તથા શીતળામાતાની મુર્તિ ઉપરથી ચાંદીનાં છતરોની ચોરી કરી કરેલ.જે અંગે ભાવનગર,ગારીયાધાર ફ.ગુ.ર.નં.૦૦૧૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
3. આજથી આઠેક વર્ષ પહેલા ગારીયાધાર તાલુકાના પરવડી ગામ રૂપાઇ માતાજીનુ મંદીરના દરવાજાનો લોક તોડી મંદીરમાંથી ચાંદીનાં નાના-મોટા મુગટ તથા નાના મોટા છતરોની ચોરી કરેલ. જે અંગે ભાવનગર, ગારીયાધાર ફ.ગુ.ર.નં.૦૦૩૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
4. આજથી પાંચેક વર્ષ પહેલા વલ્લભીપુરનાં લીંબડા ગામે બ્રહ્રમાણીજીના મંદીરમાંથી સોનાનાં છતરની ચોરી કરેલ. જે અંગે  ભાવનગર,વલ્લભીપુર ફ.ગુ.ર.નં.૦૦૩૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.

5. આજથી ત્રણેક વર્ષ પહેલા બગસરા પાસે હીરાપરા સમસ્ત જ્ઞાતિના ડેરી પીપળીયા ચોક પાસે આવેલ ખોડીયાર માનાં મંદીરના દરવાજાના તાળા તોડી સોનાની નથડી તથા દાનપેટીમા રહેલ રોકડ રૂ.૯,૫૦૦/-ની ચોરી કરેલ. જે અંગે અમરેલી,બગસરા ફ.ગુ.ર.નં.૦૬૩૬/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
6. આજથી દસ અગીયાર વર્ષ પહેલાં દામનગર હજીરાધાર ખોડીયાર માતાજીનાં મંદીરની જાળી તથા દાનપેટી તોડી દાનપેટીમા રહેલ રોકડ રૂપીયા, સોનાના છતરની તથા મંદિરની સામે આવેલ કેબીન તોડી તેમાથી રોકડ રકમની ચોરી કરેલ. જે અંગે અમરેલી,દામનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૦૭/૨૦૧૨  ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
7. આજથી છએક વર્ષ પહેલા દામનગર ભાલવાવ ગામની સીમમા આવેલ ગાળાવાળા મેલડી માતાજીના ખુલ્લા મંદીરમાંથી ચાંદીના છતરોની ચોરી કરેલ. જે અંગે અમરેલી,દામનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૨૧/૨૦૧૮  ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
8. આજથી આશરે બે અઢી મહીના પહેલા બજુડ ગામે આવેલ રામદેવપીરના મંદીરના પરીસરમા રહેલ દાનપેટી તોડી તેમાથી રોકડા રૂપિયાની ચોરી કરેલ. જે અંગે ભાવનગર,ઉમરાળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૩૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ  ગુન્હો દાખલ થયેલ છે.
9. આજથી આઠેક વર્ષ પહેલા ધારૂકા ગામે આવેલ ભાથીજી મહારાજના મંદીરનાં ગર્ભગૃહમાથી ચાંદીના છતરો, ચાંદી તથા પીતળના નાગ, સોનાનાં છતર, ભાથીજીના આભુષણો વિગેરેની ચોરી કરેલ.જે અંગે ભાવનગર, ઉમરાળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૦૮/૨૦૧૩  ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.

10. આજથી ત્રણેક વર્ષ પહેલા ધંધુકા ગામે મોટી જોક ખાતે આવેલ શક્તિમાના મંદીરમાંથી સોનાના નાના-મોટા છતર તથા દાનપેટીમાથી રોકડા રૂપીયાની ચોરી કરેલ.જે અંગે અમદાવાદ ગ્રામ્ય, ધંધુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
11. આજથી દોઢેક વર્ષ પહેલા ધંધુકાના કોટડા ગામે ખોડીયાર માતાજીના મંદીરમાંથી સોનાનો ઓમ, સોનાના નાના-મોટા છતરની ચોરી કરેલ. જે અંગે અમદાવાદ ગ્રામ્ય, ધંધુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
12. આજથી ત્રણેક વર્ષ પહેલા ગારીયાધારના લુવારા ગામે ઉકાણી દાદાના આશ્રમમાથી ચાંદીના નાના-મોટા છતરોની ચોરી કરેલ.જે અંગે ભાવનગર,ગારીયાધાર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૯૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૪૫૪,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
13. આજથી આશરે આઠેક વર્ષ પહેલાં વીરમગામ બાજુ શાહપુર ગામ પાસે માતાજીનાં મઢમાં મોડી રાત્રીના મઢના દરવાજાનો નકુચો તોડી અંદર જઇ સોના-ચાંદીનાં દાગીનાઓની ચોરી કરેલ. જે અંગે અમદાવાદ ગ્રામ્ય,વિરમગામ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૬૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ- ૪૫૪,૩૮૦ મુજબ ગુન્હો દાખલ થયેલ છે.
14. આજથી ચારેક મહીના વલ્લભીપુરના ચમારડી ગામે આવેલ આવડમાના મંદીરમાંથી સોના-ચાંદીના છતરોની ચોરી કરેલ.

15. આજથી આશરે આઠેક મહીના પહેલા વલ્લભીપુર ગામે ગુજરાતી પરીવારનાં મઢમાથી સોનાની પોખાની,સોનાનાં છતર તથા ચાંદીના નાના ઘરની ચોરી કરેલ.
16. આજથી બે મહીના પહેલા સુત્રાપાડા જી ગીર સોમનાથ લાતી ગામમા માત્રી માતાનુ મંદીરેથી સોનાના છતરની ચોરી કરેલ.

17. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા ગઢડાથી બોટાદ તરફ જતા રસ્તા ઉપર ગામમા આવેલ મેલડી માતાનાં મંદીરમાંથી સોનાનાં છતરની ચોરી કરેલ.

18. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા અમરેલીથી ચીતલવાળા રોડે ધરાઇ વાવડી ગામે ખોડીયાર માતાના મંદીરમાથી સોનાના છતરની ચોરી કરેલ.
19. આજથી અઢી ત્રણ વર્ષ પહેલા અમરેલીનાં સાવરકુંડલાના સેલણા ગામે નદીના કાઠે આવેલ મંદીરમાથી સોનાના છતરની ચોરી કરેલ.
20. આજથી આશરે ત્રણ વર્ષ પહેલા અમરેલીનાં ભોકરવા ગામે માતાજીનાં મંદીરમાંથી સોનાનાં ડોકિયાની ચોરી કરેલ.
21. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા અમરેલીના વીજપડીની બાજુમા ડેડકડી ગામ આગળ મંદીરમાંથી છતરની ચોરી કરેલ.
22. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા અમરેલીના સીમરણ ગામે ખોડીયાર માતાનાં મંદીરમાંથી છતરની ચોરી કરેલ.
23. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા ઉનાથી વેરાવળ જવાના રસ્તે કેરીયા ગામે સુરધનદાદાનાં મંદીરમાંથી  સોનાનાં ડોકીયાની ચોરી કરેલ.
24. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા વેરાવળથી જુનાગઢ હાઇ-વે ઉપર આવેલ મંદીરમાથી સોનાના છતરની ચોરી કરેલ.

25. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા રાજુલાના કાતર ગામે મંદીરમાથી છતરની ચોરી કરેલ.
26. આજથી આશરે બે વર્ષ પહેલા અમદાવાદ,ઇસ્કોન મંદીરથી બોપલ મનીપુર ગામમાં સીધ્ધી માતાનાં મંદીરમાંથી ચાંદીના ઘરેણાની ચોરી કરેલ.
27. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા અમરેલીનાં દામનગરની બાજુમા આવેલ પાડરશીંગા ગામે રામદેવપીરના મંદીરમાથી સોનાનાં ઓમકારની ચોરી કરેલ.
28. આજથી બે વર્ષ પહેલા બાવળા રોડ ઉપર સનાથલ ગામ પાસે ચેહરમાતાજીનાં મંદિરમાથી છતરની ચોરી કરેલ
29. આજથી આશરે દોઢેક વર્ષ પહેલાં ભાવનગર,નારી ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તા ઉ૫ર આહીર સમાજ કે ભરવાડ સમાજનાં મંદીરમાંથી સોનાનું નાનું મંદીર તથા છતરની ચોરી કરેલ.

30. આજથી આશરે બે મહીના પહેલા જેસર,કદમ્બગીરી પાસે જૈન દેરાસરમાંથી સોનાના ઓમકારની ચોરી કરેલ.
31. આજથી આશરે બે વર્ષ પહેલા ગારીયાધારની બાજુમા આવેલ રતનવાવ ગામે શંકર ભગવાનનાં મંદિરમાંથી છતરની ચોરી કરેલ.
32. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા મે વેરાવળથી પોરબંદર જવાના રસ્તે દરીયાકાઠે આવેલ મોમાઇ માતાનાં મંદીરમાથી સોનાનાં છતરની ચોરી કરેલ.
33. આજથી ચાર વર્ષ પહેલા અમદાવાદથી અડાલજ જવાના રસ્તે મોટા મંદીરમાંથી સોનાના છતરની ચોરી કરેલ.
34. આજથી દોઢેક વર્ષ પહેલા ગઢડાથી બોટાદ જવાના રસ્તે બાજુ બાજુમા આવેલ બે મંદીરમાંથી સોનાના છતરની ચોરી કરેલ.

35. આજથી આશરે બે અઢી વર્ષ પહેલા રાણપુરથી લીંબડી જવાના રસ્તે લખતરથી આગળ આવેલ રામાપીરનાં મંદિરમાંથી સોનાનાં ડોકીયાની ચોરી કરેલ.
36. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા સાંઢીડા જવાના રસ્તા ઉ૫ર ખોડીયાર માતાજીનુ મંદીરમાંથી સોનાની નથની ચોરી કરેલ.
37. આજથી આશરે પાંચેક વર્ષ પહેલા અમરેલી,દામનગરની બાજુમા એકલારા ગામમા સુરાપુરા દાદાનાં મંદીરમાંથી સોનાના ચેઇનની ચોરી કરેલ.
38. આજથી આશરે બે અઢી વર્ષ પહેલા મોટા ખુટવડાથી જેસર રોડ ઉ૫ર મંદીરમાથી છતરની ચોરી કરેલ.
39. આજથી આશરે એકાદ વર્ષ પહેલા ગાંધીનગરની બાજુમા દહેગામ મોડાસાવાળા રોડ ઉપર આવેલ સીધ્ધીમાતા તથા જોગણી માતાના મંદીરમાથી સોનાના છતરની ચોરી કરેલ.

40. આજથી આશરે એકાદ વર્ષ પહેલા દહેગામની બાજુમા રખીયાલ ગામ આગળ મંદીરમાથી સોનાના છતરની ચોરી કરેલ.
41. આજથી આશરે બે વર્ષ પહેલા અમદાવાદથી મહેસાણા જવાના રસ્તે કલોલ ગામની બાજુમા આવેલ  રીધ્ધીમાતાના મંદિર માથી ચાંદીના આભુષણોની ચોરી કરેલ.
42. આજથી આશરે બે વર્ષ પહેલા ભાવનગર,વરતેજની બાજુમા સીદસર ગામે માતાજીનાં મઢમાંથી સોનાના છતર તથા નથની ચોરી કરેલ.
43. આજથી આશરે બે વર્ષ પહેલા વીરમગામની બાજુમા માંડલ ગામે માતાજીના મઢમાથી સોનાના છતરની ચોરી કરેલ.

44. આજથી બે વર્ષ પહેલા દાઠા ગામથી આગળ વાટલીયા ગામે ધાર ઉપર આવેલ ખોડિયાર માતાજીનાં મંદિરમાંથી સોનાના છતરની ચોરી કરેલ.
45. આજથી ત્રણેક વર્ષ પહેલા અમદાવાદ, બાકરોલ ટોલનાકા પાસે રીંગરોડ ઉપર માતાજીનાં મંદીરમાથી સોનાની છત્તરની ચોરી કરેલ.
46. આજથી આશરે એક વર્ષ પહેલા ગાંધીનગરના કણભા ગામે મઢમાથી સોનાનાં પેન્ડલની ચોરી કરેલ.
47. આજથી આશરે બે વર્ષ પહેલા તલોદથી અંદર સોનવડ ગામ પાસે ચેહર માતાજીનાં મંદિરમાંથી સોનાનાં ડોકીયાની ચોરી કરેલ.

48. આજથી આશરે બે અઢી વર્ષ પહેલા સાણંદમાં આવેલ માતાજીનાં મઢમાંથી ચાંદીના છતરની ચોરી કરેલ.
49. આજથી આશરે અઢી ત્રણ વર્ષ પહેલા ગઢડાથી બોટાદ જવાના રસ્તે માતાજીનાં મઢમાથી સોનાના છતરની ચોરી કરેલ.
50. આજથી આશરે દોઢ વર્ષ પહેલા ગઢડા તાલુકાનાં રણીયાળા ગામે ખોડિયાર માતાજીનાં મઢમાંથી સોનાના છતરની ચોરી કરેલ.
51. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા ગઢડાથી બોટાદ જતા રોડ ઉપર આવેલ મેલડીમાતાનાં મંદીરમાંથી સોનાનાં છતરની ચોરી કરેલ.

આરોપીઓની મોડસ ઓપરેન્ડીઃ-

આ આરોપીઓ મંદિરમાં દર્શન કરવાનાં બહાને જઇ, મંદિર બંધ હોય તો મંદિરનાં તાળા તોડી  મંદિરમાં મુર્તિ ઉપર ચડાવેલ સોના-ચાંદીનાં દાગીનાંઓની ચોરી, દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
ગુન્હાહિત ઇતિહાસઃ-

1. અતુલભાઇ પ્રવિણભાઇ ધકાણ અમરેલી જિલ્લામાં અગાઉ ચોરીઓનાં ગુન્હામાં પકડાયેલ.જેમાં ખાંભા કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરેલ હતી. આ સિવાય ભાવનગર, અમરેલી, ગાંધીનગર, પાટણ જિલ્લાઓમાં અગાઉ મંદિર ચોરીઓનાં ગુન્હાઓમાં પકડાય ગયેલ.

2. ભરતભાઇ પ્રવિણભાઇ થડેશ્વર ભાવનગર જિલલામાં મંદિર ચોરીનાં ગુન્હામાં પકડાય ગયેલ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં વિઠ્ઠલભાઇ બારૈયા,જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલવા, હીરેનભાઇ સોલંકી, બીજલભાઇ કરમટીયા, હરીચન્દ્રસિહ ગોહિલ, નિતિનભાઇ ખટાણા, શક્તિસિહ સરવૈયા, પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *