મોબાઈલ દુકાનમાંથી મોબાઇલ દુકાનદાર પાસે બંધુક અણીએ ૨૫ હજાર રોકડની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને વધતા ક્રાઈમ રેટના પગલે હજુ તો ગત રવિવારે ગૃહમંત્રીએ મોરબીની મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહી અંગે નિર્દેશ આપ્યા હતા ત્યારે માત્ર ત્રણ દિવસ વીત્યા છે ત્યારે મોરબીના ઉંચી માંડલ ગામ નજીક બંદુક બતાવી ૨૫ હજારની લૂંટને અંજામ આપ્યાની ઘટના પ્રકાશમાં આવી છે
મોરબી જીલ્લામાં તસ્કર, અસામાજિક તત્વોને ખાખીનો કોઈ ભય રહ્યો ના હોય તેમ બેફામ બનીને ગમે ત્યારે વાહન ચોરી, ઘરફોડ ચોરીને અંજામ આપી રહ્યા છે ઓદ્યોગિક નગરી મોરબીમાં લૂંટ અને ચીલઝડપ જેવા ગંભીર ગુનાનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેમાં આજે ઉંચી માંડલ ગામ નજીક બંદુક બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીટી પ્લસ નામની મોબાઈલ દુકાનમાં આવેલા બે ઇસમોએ રિવોલ્વર બતાવી દુકાનમાંથી ૨૫ હજારની લૂંટ ચલાવી હતી મોબાઈલમાં ગ્લાસ નાખવાના બહાને આવેલ બે બુકાનીધારી ઇસમોએ ૨૫ હજારની લૂંટ ચલાવી ફરાર થયા હતા
તેમજ બંને લૂટારૂઓ નાસવા જતા હોય ત્યારે દુકાનદારે પડકારતા એક રાઉન્ડ ફાયરીંગ થયાની ચર્ચા પણ જોવા મળી રહી છે તો બનાવને પગલે પોલીસ ટીમો દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર લૂંટમાં વપરાયેલ ગન એર ગન હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે