Latest

ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન, ભાવનગર તથા સિહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી શિહોર ખાતે ઉદ્યોગ સાહસિકતા તાલીમ યોજાઇ

ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન, ભાવનગર તથા  સિહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના યજમાન પદે આયોજિત ઈ.ડી.પી. મો-૨ ની ૧૫ દિવસની તાલીમની આજરોજ શરૂ થઇ હતી.

સિહોર ચેમ્બર પ્રમુખશ્રી નીતિનભાઈ મહેતા,ચેમ્બરના સેક્રેટરીશ્રી મુકેશભાઈ વોરા, સિહોર લાયન્સ ક્લબના પ્રમુખશ્રી જયેશભાઇ ધોળકિયા, શંખનાદ ન્યૂઝ ચેનલના સંચાલક અને માલિકશ્રી મિલનભાઈ કુવાડિયા, ભાવેશભાઈ વોરા, જેસીસ પ્રમુખશ્રી સમીરભાઈ બેલીમની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ે

આ સાથે સિનિયર ટ્રેનિંગ ઓફિસરશ્રી વિમલભાઈ તેમજ કો- ઓર્ડિંનેટરશ્રી ઇમરાનભાઈ ચાવડાએ ભાવનગરથી આવીને બિઝનેસનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ૩૭ થી વધુ ઉદ્યોગસાહસિકો તાલીમ  માટે ઉપસ્થિતિ રહ્યાં હતાં.
———
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *