ગુનામાં વપરાયેલ બાઈક અને રોકડ રકમ રીકવર કરાઈ હતી
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક મોબાઈલ દુકાનદારને બંદુક બતાવી બે ઈસમો બુધવારે સાંજના સુમારે રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા હતા જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી હતી જેમાં બંને લૂટારૂઓને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ બાઈક અને રોકડ રકમ કબજે લેવામાં આવી છે
મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ફરિયાદી મોન્ટુ ચુનીલાલ કાલરીયા પોતાની મોબાઈલ દુકાનમાં હોય ત્યારે બે ઇસમોએ આવીને પિસ્તોલ બતાવી વીસથી પચ્ચીસ હજારની રોકડની લૂંટ ચલાવી બંને ઈસમો ફરાર થયા હતા જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં બાઈકમાં બંને આરોપીઓ ફરાર થયા હોવાની માહિતી મળતા ઉંચી માંડલ ગામના સીમ વિસ્તારમાં શોધખોળ ચલાવી હતી જેમાં આરોપી અરુણ ચંદ્રકાંતજી ચંદેલ (ઉ.વ.૨૩) અને પ્રકાશ દાલચંદ ભીલ (ઉ.વ.૧૮) રહે બંને મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલ રોકડ ૧૦,૦૦૦ અને ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૩૬ કયું ૧૦૪૮ કીમત રૂ ૨૦,૦૦૦ મળીને કુલ રૂ ૩૦,૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે
આરોપીઓ રીઢા ગુનેગાર, એમપીમાં પણ ગુનાને આપ્યા છે અંજામ
ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે મધ્યપ્રદેશના જાવદ પોલીસ મથકમાં ચોરી-ધાડના ગુનામાં તેમજ આર્મ્સ એક્ટના ગુનામાં તેમજ નીમચ પોલીસ મથક એમપીમાં પણ આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે
લૂંટના ગુનામાં ચોરીનું બાઈક વાપર્યું, પકડાયા બાદ બાઈક ચોરીની ફરિયાદ
મોબાઈલ દુકાનમાં ઘુસી પિસ્તોલ બતાવી બંને ઇસમોએ લૂંટ ચલાવી બાદમાં બાઈક લઈને નાસ્યા હતા જે બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું છે આરોપીઓએ ૧૮ જુનના રોજ કુબેર ટોકીઝ નજીકથી બાઈક ચોરી કર્યું હતું જેનો ઉપયોગ લૂંટના ગુનામાં કર્યો હતો જે આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે બાઈક ચોરીની ફરિયાદ પણ તુરંત નોંધી લીધી હતી
જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ વિરલ પટેલ, એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, એસઓજી પીઆઈ જે એમ આલ, કે જે માથુકીયા, પીએસઆઈ એન એચ ચુડાસમા, પીએસઆઈ એન બી ડાભી, વી જી જેઠવા, તેમજ એલસીબી, એસઓજી ટીમ અને મોરબી તાલુકા પોલીસ ટીમ જોડાયેલ હતી
રિપોટ અભિષેક પારેખ મોરબી