પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૦૪/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,નિલમબાગ સર્કલ,નંદકુંવરબા સ્કુલ પાસે રોડ ઉપર ગ્રે કલરનું કાળા અને લીલા પટ્ટાવાળુ ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ માણસ શંકાસ્પદ મોટર સાયકલ સાથે ઉભેલ છે.જે મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના મોટર સાયકલ સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ.જે મોટર સાયકલના બીલ/પુરાવાઓ માંગતા નહી હોવાનું જણાવેલ.જે અંગે ઇ-ગુજકોપમાં ઓનલાઇન વાહન સર્ચ કરતા વાહન-માલીકનું નામ-સરનામું સુરતનું જણાય આવેલ.જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં તેણે આ મોટર સાયકલ આજથી બે વર્ષ પહેલા ભાવનગર સર ટી. હોસ્પીટલના પાર્કીંગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ-
હસમુખભાઇ ઉર્ફે ભોલો ઘનશ્યામભાઇ મેર ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.બાયલીમાતાનો ખાર,વેજીટેબલ પાછળ,શિવનગર,કરચલીયા પરા, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-08708 એન્જીન નંબર-13991 કિ.રૂ.૨૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૬૧૩/૨૨ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં ઘનશ્યામભાઈ ગોહીલ,સાગરભાઈ જોગદીયા,મહેંદ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારૈયા,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઈ સોલંકી,રાજુભાઈ બરબસીયા તથા નેત્રમ કંકમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ