પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ગઈકાલ તા.૩૦/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પોલીસ કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલા તથા પાર્થભાઇ ધોળકિયાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે,તળાજા પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૪૬/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા ગુ.ર.નં. ૦૭૪૭/ ૨૦૨૩ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી યુનુસભાઇ નુરભાઇ જુણેજા રહે.ગામ પાવઠી તા.તળાજા જી.ભાવનગર વાળો ઇસમ જેણે સફેદ તથા ભુરા કલરનું આખી બાય નુ ટી-શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ જે તળાજા એસ.ટી. બસ સ્ટેન્ડ ના ગેટ પાસે ઉભેલ હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતા તળાજા પોલીસ સ્ટેશનમાં નીચે જણાવ્યા મુજબના ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાય આવેલ.જેથી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડવાના બાકી આરોપીઃ-યુનુસભાઇ નુરભાઇ જુણેજા ઉ.વ.૩૧ ધંધો ખેતીકામ રહે.ગામ પાવઠી તા.તળાજા જી.ભાવનગર
ગુન્હાની વિગત :-
1. તળાજા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૦૭૪૬/૨૦૨૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
2. તળાજા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૦૭૪૭/૨૦૨૩ પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ કલમઃ-૬ (બી),૮(૪), ૧૦ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઈન્સ.શ્રી એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં યુસુફખાન પઠાણ,પાર્થભાઈ ધોળકીયા,વિશ્વજીતસિંહ ઝાલા,મનદીપસિંહ ગોહિલ,મિનાજભાઈ ગોરી જોડાય હતા.