પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કાળા કલરનુ પેન્ટ તથા આછા ગુલાબી કલરનુ આખી બાયનુ ટી-શર્ટ પહેરીને ધોળાના વળાંક પાસે કોઇ વાહનની રાહ જોઇને ઉભેલ માણસના ખીસ્સામા ત્રણથી ચાર મોબાઇલ ફોન છે.તે મોબાઇલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસ હાજર નીચે મુજબનાં મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરી તેને અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ- પરેશભાઇ શંભુભાઇ ગોહિલ ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે.કર્ણુકી તા.બાબરા જી.અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. સીલ્વર કલરનો વીવો કં૫ની મોડલ નં.1907 મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૭૦૦૦/-
2. આસમાની કલરનો વીવો કં૫ની મોડલ નં.1919 મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૮,૦૦૦/-
3. ગ્રે કલરનો સેમસંગ કંપનીનો મોડલ નં.ગેલેક્ષી-A-13 મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
4. ગ્રે કલરનો રેડમી કંપનીનો મોડલ નં.રેડમી-10 મોબાઇલ ફોન કિ.રૂ.૮,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ઉમરાળા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૯૨૩૦૪૮૨/૨૦૨૩ ઇ.પી.કો કલમઃ-૩૭૯ મુજબ
આ કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી દિપસંગભાઇ ભંડારી,જયદાનભાઇ લાંગાવદરા,હરિચંદ્દસિંહ દિલુભા,ફાલ્ગુનસિંહ ગોહિલ,બ્રિજરાજસિંહ ગોહિલ વગેરે