પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૦૭/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર-વલ્લભીપુર હાઇ-વે,ઘાંઘળી ચોકડી ખાતે આવતાં બાતમી મળેલ કે,વલ્લભીપુર તરફથી સફેદ કલરના મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી રજી.નંબર-GJ-04-AW-6757માં કુલ-૩ ઇસમો જુદાં-જુદાં માપ સાઇઝના એલ્યુમિનિયમ તથા લોખંડ જેવી ધાતુના વાયરના ગુંચળાઓનો ભંગાર વેચાણ કરવા માટે નીકળવાના છે. જેથી બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતાં નીચે મુજબના માણસો વાહનમાં નીચે મુજબના એલ્યુમીનીયમના કંડકટર વાયરના ગુંચળા તથા લોખંડના ઘાયવાયરના ગુંચળા સાથે હાજર મળી આવેતાં તેઓ પાસેથી મળી આવેલ વાયરો અંગે બીલ/પુરાવાઓ માંગતા નહી હોવાનું જણાવેલ.જે એલ્યુમીનીયમ તથા લોખંડના વાયરના ગુંચળા તેઓ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.આ વાયરના ગુંચળાઓ વિશે પુછપરછ કરતાં તેઓએ મગલાણા ગામના ૬૬ કે.વી.સબ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમોઃ-
1. સાદીકભાઇ ઇકબાલભાઇ ગોગદા ઉ.વ-૩૦ ધંધો-ડ્રાયવીંગ રહે.ચાવંડ તા.લાઠી જી.અમરેલી
2. વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૪ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.મગલાણા તા.સિહોર જી.ભાવનગર
3. પરેશભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૪૧ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.ચોગઠ તા.ઉમરાળા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. લોખંડના અલગ-અલગ સાઇઝના ઘાય વાયરના તેમજ એલ્યુમિનિયમના કન્ડક્ટર વાયરના અલગ-અલગ સાઇઝના ગુંચળા કુલ વજન-૯૯૫ કિલો કિ.રૂ ૯૪,૨૨૫/-
2. સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ વાહન રજી.નંબર-GJ-04-AW-6757 કિ.રૂ ૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૯૪,૨૨૫/- નો મુદ્દામાલ
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા દિપસંગભાઇ ભંડારી,હરેશભાઇ ઉલવા,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા જોડાયાં હતાં.