પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા સ્ટાફના માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતાં-ફરતાં આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૧૫/૦૫/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદી પ્રવિણભાઇ સામતભાઇ ભટ્ટી રહે.રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગરવાળા રાજકોટ ખાતે હાજર છે. જે બાતમી આધારે રાજકોટ ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના ફર્લો રજા ઉપરથી ફરાર કેદી રાજકોટ, કોઠારીયા રોડ, બસ સ્ટેન્ડથી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
ફર્લો રજા ઉપરથી ફરાર કેદી-પ્રવિણભાઇ સામતભાઇ ભટ્ટી ઉ.વ.૫૪ ધંધો-મજુરી રહે.રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગર
ગુન્હાની વિગત:-ભાવનગર,પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૨૯/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૦૨ વિગેરે મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયાસાહેબના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળચર, બ્રિજરાજસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા