bhavnagarBreaking NewsGujaratLatest

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મહિના દરમ્યાન જિલ્લા કલેકટરશ્રીની રૂબરૂ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોની સમીક્ષા કરી તેનો હકારાત્મક ઉકેલ લાવવા સબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, રિજિયોનલ કમિશ્નર શ્રી ડી.એમ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી ડૉ. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મુંજાવર, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝના અધિક કલેકટરશ્રી ડી.એન. સત્તાણી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા માનવતાની મિસાલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહેરાત

​બોટાદ: આગામી ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓના માહોલ વચ્ચે સામાજિક સંગઠનોમાં…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 224

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *