
પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ તા.૦૬/૦૨/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.એલ.સી.બી.ભાવનગર નાંઓને દેશી હાથ બનાવટની બંદુક અંગે મળેલ બાતમી આધારે પાલીતાણા,ગરાજીયા વાડી વિસ્તાર,ડેમના કાંઠેથી નીચે મુજબનાં ઇસમ નીચે મુજબની દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવેલ.તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહિ હોવાથી દેશી હાથ બનાવટની બંદુક તપાસ અર્થે કબ્જે કરી તેના વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ-
નુરૂભાઇ મુરીદભાઇ લાખેપોટા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.ગરાજીયા વાડી વિસ્તાર, શેત્રુજી ડેમના કાંઠે તા.પાલીતાણા જી. ભાવનગર મુળ રહેવાસી. ડુંગરપુર તા.પાલીતાણા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
જામગરી બંદુક દેશી બનાવટની લોખંડના ધાતુના સીંગલ બેરલ ની ચાર ફુટ લંબાઇની બંદુક કિ.રૂ.૨,૦૦૦/-
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,જયદાનભાઇ લાંગાવદરા,હરિચંન્દ્રસિહ ગોહીલ,એઝાજખાન પઠાણ,ફાલ્ગુનસિંહ ગોહીલ જોડાયાં હતા.