પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસોને ચોક્કસ બાતમી મળી કે ઠાડચ ગામે વાડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના જથ્થાનું કટીંગ કરતા હોય જેને લઈને પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા મસ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
વિગતવાર વાત કરીએ તો ઠાડચ ગામે વાડી વિસ્તારમાં આદિત્ય લાભશંકર જોષી ઈંગ્લીશ દારૂનું કટીંગ કરતા ઝડપાયા હતા જેમાં પોલીસ દ્વારા 2082 બોટલ દારૂ તેમજ બોલેરો વાહન સહિત ટોટલ મુદ્દા માલ 9,85,800 ઝડપી ઇસમ રાકેશ ઉર્ફે જગદીશ ધનજી ડાભી, આદિત્ય લાભશંકર જોષી, જયદીપ જીવરાજ પરમાર અને એક અજાણ્યા ટોટલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
ત્યારે પાલીતાણા રૂરલ પોલીસની હદમાં દરોડો પડ્યો શુ પોલીસ ઊંઘતી રહી ! શું સ્થાનિક પોલીસ આ મસમોટાના કટીંગથી પોલીસ અજાણ હતી ? લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગરથી દરોડો પાડી ગઈ ત્યારે પાલીતાણા રૂરલ પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે !
ત્યારે રૂરલ વિસ્તારમાં મસ મોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લીધો અને પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ફાલ્ગુનસિંહ ગોહિલ, જયદાન લાંગાવદરા અને PSI જેબલિયા તેમજ PI કે એસ પટેલની સુપર કામગીરી જોવા મળી હતી