રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ સાથે ઝઘડો થતા આવેશમાં આવી બે દીકરીઓને ઝેરી દવા પીવડાવ્યા બાદ ખુદ પણ ઝેરી દવા પી અફઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બાળકીઓની હાલત ગંભીર તથા તેમને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે માતાની તબિયત સારી હોવાને લઈને પોલીસે માતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગર પ્લોટ નંબર ૨૪૭માં પાછળના રૂમ ખાતે રહેતા દિનેશ પટેલ અેમરોડરી કારખાનામાં કામ કરે છે જોકે આઠ વર્ષ અગાઉ તેમના લગ્ન અસ્મિતા સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન પતિ પત્નીને સાત વર્ષની પુત્રી હિતાંશુ અને ત્રણ મહિનાની પુત્રી દિવ્યા છે
રવિવારે દિનેશ સાથે પરનીતાનો ઝઘડો થયો હતો ઝઘડો થયા બાદ આવેશમાં આવેલી પરનીતાએ પોતાની બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પીવા સાથે સિંદૂર પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ પડોશમાં જ રહેતા માસાને ખબર પડતા જ પરણીતા અને તેની બંને દીકરીઓને સારવાર અર્થે તે રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા
આ ત્રણ મહિનાની દીકરીને ખસીની બીમારી થી પરણીતા કંટાળી ગઈ હતી અને આ બાબતે જ પતિ સાથે ઝઘડો થતા પતિએ ઠપકો આપ્યો હતો. જોકે સારવાર અર્થે ખસેડ્યા બાદ બંને બાળકીઓની હાલત ગંભીર હોવાને લઈને બંને દીકરીઓને આઈસીઓમાં દાખલ કરવામાં આવી છે જ્યારે પરિણીતા તબિયત સારી છે ઘટનાના પગલે પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ મામલે પરણીતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત ના પાંડેસરા બે દીકરી ઝેર આપી માતાનો આપઘાત પ્રયાસ
પાંડેસરા સત્યનારાયણ નગર ખાતે બનેલી ઘટના લઇને ચકચાર
પતિ સાથે ઝઘડો થતા પરિણીતા લીધું પગલું
બાળકીની હાલત નાજુક જ્યારે પરિણીતા તબિયત સારી હોવાનું તબીબો દ્વારા જાણકારી આપવામાં આવી
અસ્મિતા વિરુદ્ધ પાંડેસરા પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ.