Crime

ગઢડા તાલુકાના પીપળીયા ગામના સરપંચ પર માજી સરપંચ સહિત ચાર શખ્સોએ હુમલાની કોશિશ કરી જાનથી મારી નાખવાની આપી ધમકી

ગ્રામ પંચાયત ની ચુટણી ની દાઝ રાખી હુમલાની કરી કોશિશ ગઢડા પોલીસમાં ૪ શખ્સો સામે ફરિયાદ

ગઢડા તાલુકાના પીપળીયા ગામના સરપંચ રાજેશભાઈ મોરડીયા ને ગઢડા તાલુકા પંચાયત ના ગેટ પાસે બે શખ્સો દ્વારા મારવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગઢડા પોલીસમા ફરીયાદ.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામના સરપંચ રાજેશભાઈ મોરડીયા જેઓ તેના મિત્ર સાથે સરકારી કામોના પંચ રોજકામના બિલો જમા કરાવવા ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ

તે દરમ્યાન પીપળીયા ગામના માજી સરપંચ રણજીતભાઈ ધાધલ અને અન્ય ત્રણ શખ્સો આવી સરપંચ રાજેશભાઈ મોરડિયાને બીભત્સ શબ્દો થી ગાળો આપી પગ ભાગીનાખી જાનથી મારી નાખવાની ધમકી આપી

લાકડી વડે હુમલો કરવાની કોશિશ કરતા સરપંચ રાજેશભાઈ મોરડીયા પોતાની કાર લઈને જીવ બચાવી ગઢડા પોલીસ મથકે પહોચ્યા હતા અને પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા

ગઢડા પોલીસ રણજીતભાઈ ધાધલ અને ત્રણ અજાણ્યા શખ્સો વિરૃદ્ધ કલમ આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ – ૨, ૧૧૪, તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ગઢડા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *