Breaking NewsCrime

PMOની ઓળખ આપીને 6 શખ્સો અંબાજી મંદિરમાં ઘૂસ્યા, ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાની ફરિયાદ

અંબાજી

17 જૂલાઇએ પ્રમોદલાલે ટેમ્પલ ઇન્સપેકટરની ઓફિસમાં આવી દર્શન કરાવવા જણાવ્યું હતુ,પોલીસે તપાસ શરૂ કરી

પીએમઓમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યા હોવાની ઓળખ આપી છ શખ્સોએ યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ ટેમ્પલ ઇન્સપેકટરે અંબાજી પોલીસ મથકે નોંધાવતાં પોલીસે પ્રમોદલાલ નામના શખ્સ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીએમઓમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી જુદાજુદા સ્થળોએ મુલાકાત લેનારા શખ્સો સામે જુદાજુદા સ્થળોએ પોલીસ ફરિયાદ નોંધાઇ રહી છે. જ્યાં યાત્રાધામ અંબાજીમાં પણ છ શખ્સોએ આવી ઓળખ આપી ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ અંબાજી ટેમ્પલ ઇન્સપેકટરે નોંધાવી છે.
13 જૂલાઇ 2021ના રોજ બપોરના 1.45 કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત ઓફિસે આવ્યો હતો. જેની સાથે અન્ય પાંચ શખ્સો પણ હતા. તેમણે અમો પીએમઓ વડાપ્રધાન સલાહકાર સમિતિમાં ફરજ બજાવીએ છીએ તેવી ઓળખ આપી અમારે અંબાજી માતાના નીજ મંદિર (ગર્ભગૃહ)માં દર્શન કરવા છે. તેમ જણાવતાં છએ જણાંને ગર્ભગૃહમાં દર્શન કરાવ્યા હતા. જોકે, અખબારોમાં આવેલા સમાચારથી જાણવા મળ્યુ હતુ કે, આ શખ્સો ખોટો હોદ્દો ધારણ કરી ગૂનો આચરી રહ્યા છે. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે અંબાજી પોલીસે પ્રમોદલાલ તેમજ તેની સાથે આવેલા 5 શખ્સો સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *