અહિંસા પરમો ધર્મ ગણાતા જૈન નો તીર્થધામ પાલિતાણામાં સગા ભાઈએ તેના નાના ભાઈ નું મિલકત માટે કર્યુ ખૂન , નિર્દયતા થી ગળું દબાવી મોતના ઘાટ ઉતારતાં મોટા ભાઈનો હાથ ના ધ્રુજ્યો.
પાલીતાણામાં મિલકતના કારણે મોટાભાઈ એ નાના ભાઈ ને મોતના ઘાટ ઉતરી દીધો , મોટોભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ અને નાનો ભાઈ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ બન્ને ભાઈઓ વચ્ચે મિલ્કત ને લઈને જગડો થતાં મોટાભાઈ મયુરસિંહે નાનાભાઈ ભગીરથસિંહ ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતું
પાલિતાણામાં TRB જવાન તરીકે નોકરી કરતો મયુરસિંહ પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે કે મારા નાના ભાઈ ને કોઈ મારી નાખ્યો છે પરંતુ એમને કોઈના ઉપર શંકા નથી પોલીસને જાણ થતાં FSL ટીમ સાથે પોલીસ ઘટના સ્થળ પર પોહચી તપાસ કરતા જાણ મળે છે
ભગીરથસિંહને માથાના ભાગે માર મારી ગળું દબાવમાં આવીને ખૂન કરવામાં આવેલ છે ત્યાર બાદ પોલીસની વધુ તપાસમાં જાણવામાં મળેલ છે કે ૧૫ દિવસ પેહલા બન્ને ભાઈઓ વચ્ચે મિલ્કત ને લઈને જગડો થયો હતો જેને લઈને બન્ને ભાઈઓમાં તણાવ ચાલતો હતો
પોલીસ દ્વારા મયુરસિંહને પૂછપરછ કરવામાં આવી ત્યારે મયુરસિંહે હકીકત જણાવતા કહ્યું કે ટી.આર.બી.ની ફરજ પર જતો હતો અને રાત્રીના સમયે સબંધી ને ત્યાં કથા હતી અને તેની અગાઉ મારા ભાઇ ભગીરથસિંહ સાથે માથાકુટ થયેલ હોય અને મારો ભાઇ અમોને બધી જગ્યાએ વગોવતો હોય જેથી મન માં દાઝ ચડતા નાના ભાઇને ઠપકો આપવા તેના સર્વોદય સોસાયટીવાળા ઘરે ગયેલ અને ભગીરથ તેના ઘરે દરવાજા આગળ ઉભો હતો ત્યારે મે એને કહ્યું તુ મને શુ કામ ખોટી ધમકીઓ આપે છે અને મને વગોવે છો તેમ કહી તેના હાથમાથી મોબાઇલ ખેંચી લઈને ભગીરથને હાથથી ધક્કો મારતા નીચે છતો પડી ગયેલ અને તેની નજીક જતા તેના પગ વડે પાટા મારવા લાગતા મે તેના બન્ને પગ પકડીને અંદરના રૂમમા ખેંચીને લઇ ગયેલ અને તે રૂમની અંદ૨ ભગીરથની માથે બેસી જઈ તેના ગળુ પકડીને દબાવી રાખેલ અને બીજા હાથે ઢીકાથી માર મારેલ અને થોડીવારમાં આ ભગીરથનો શ્વાસ બંધ થઇ ગયેલ
ભગીરથ નો મોબાઇલ મયુરસિંહ પાસે હતો જે મોબાઇલમા વિડીયો તથા ઓડીયો રેકોડીંગ હોવાની શંકા હોય જેથી પોલીસને મળશે તો પકડી લેવાના બીકના કારણે ભગીરથના મોબાઇલને તેના ઘરના અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં નાખી દિધેલ હતો અને ત્યારબાદ ઘરના સભ્યોને ફોન કરીને જાણ કરેલ કે આ ભગીરથ નું મોત થયેલ છે અને કેવી રીતે મૃત્યુ થઈ તેની વાત કોઇને કરી ન હતી અને ઘરના સભ્યોને કહેલ કે આપડે કોઈ પોલીસ ફરીયાદ કરવી નથી અને આ ભગીરથની લાશની અંતિમવિધી કરવાનુ કહેતા ઘરના સભ્યોએ મને ના પાડતા મનઘડત કહાની બનાવીને પોલીસને ખોટી સ્ટોરી લખાવેલ હતી
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા