શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી આસપાસ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી છે.
અહી રાજસ્થાન રાજ્યની બોર્ડર પર રાજસ્થાન પોલીસના જવાનો ફરજ બજાવે છે.21 જુલાઇના રોજ બપોરે 12 વાગે રાજસ્થાન છાપરી બોર્ડર ચોકી પર સિરોહી પાર્સિંગની સફેદ ટવેરા ગાડી લઈને કેટલાક પોલીસ કર્મીઓ અંબાજી તરફ આવતી ગાડીઓ વાળા પાસે 1000 રૂપિયા સુધીના ઉઘરાણાં કરી રહ્યા છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ કર્મીઓને પૂછતા તેને જવાબ આપવાનું ટાળ્યું હતું.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સિરોહી પાર્સિંગ વાળી સફેદ ટવેરા ગાડી લઈને કેટલાક પોલીસ કર્મીઓ છેલ્લા કેટલાય દિવસથી આબુરોડ અને છાપરી રાજસ્થાન બોર્ડર વચ્ચે ગમે ત્યા ઉભા રહીને આવતા જતા વાહનચાલકો સામે કાર્યવાહીના નામે નાટકો કરી તોડપાણી કરી રહ્યા છે. સિરોહી એસપી ધર્મેન્દ્ર કુમાર અચાનક આ વિસ્તારની વિજીટ કરે તો તોડપાણી કરતા પોલીસકર્મીઓ પકડાઈ જાય આવા બે ચાર પોલીસ કર્મીઓના લીધે રાજસ્થાન પોલીસનું નામ બદનામ થઈ રહ્યુ છે.સફેદ ટવેરા ગાડી મા કોઇ લહેરીભાઈ જોષી પોલીસ કર્મી બેઠેલો હોય છે.
અંબાજી પ્રહલાદ પૂજારી