Crime

રાજસ્થાન છાપરી પોલીસ ચોકી પર ટવેરા લઇને પોલીસના ઉઘરાણા

 

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી આસપાસ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી છે.

અહી રાજસ્થાન રાજ્યની બોર્ડર પર રાજસ્થાન પોલીસના જવાનો ફરજ બજાવે છે.21 જુલાઇના રોજ બપોરે 12 વાગે રાજસ્થાન છાપરી બોર્ડર ચોકી પર સિરોહી પાર્સિંગની સફેદ ટવેરા ગાડી લઈને કેટલાક પોલીસ કર્મીઓ અંબાજી તરફ આવતી ગાડીઓ વાળા પાસે 1000 રૂપિયા સુધીના ઉઘરાણાં કરી રહ્યા છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ કર્મીઓને પૂછતા તેને જવાબ આપવાનું ટાળ્યું હતું.

સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સિરોહી પાર્સિંગ વાળી સફેદ ટવેરા ગાડી લઈને કેટલાક પોલીસ કર્મીઓ છેલ્લા કેટલાય દિવસથી આબુરોડ અને છાપરી રાજસ્થાન બોર્ડર વચ્ચે ગમે ત્યા ઉભા રહીને આવતા જતા વાહનચાલકો સામે કાર્યવાહીના નામે નાટકો કરી તોડપાણી કરી રહ્યા છે. સિરોહી એસપી ધર્મેન્દ્ર કુમાર અચાનક આ વિસ્તારની વિજીટ કરે તો તોડપાણી કરતા પોલીસકર્મીઓ પકડાઈ જાય આવા બે ચાર પોલીસ કર્મીઓના લીધે રાજસ્થાન પોલીસનું નામ બદનામ થઈ રહ્યુ છે.સફેદ ટવેરા ગાડી મા કોઇ લહેરીભાઈ જોષી પોલીસ કર્મી બેઠેલો હોય છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીરી

સ્નેપ ચેટ ના માધ્યમ દ્વારા થયેલ પ્રેમ સબંધ માં છ માસ બાદ પ્રેમી દ્વારા ફોટા…

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…

1 of 95

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *