bhavnagarBreaking NewsCrime

બોટાદથી ચોરી કરેલ રીક્ષા કિ.રૂ.૩૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી રીક્ષા કબ્જે કરતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૦૮/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,મોતીતળાવ રોડ,તાજ ઇલેકટ્રીકલ્સની સામેના ભાગે રોડ ઉપર એક માણસ બજાજ કંપનીની રીયલ રીક્ષા રજી.નંબર-GJ-01-AV 2114 લઇને ઉભેલ છે.જે માણસ રીક્ષા કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ રીક્ષા સાથે હાજર મળી આવેલ.જે રીક્ષા અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ રીક્ષા તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ રીક્ષા અંગે તેની પુછપરછ કરતાં તેણે આજથી ચાર-પાંચ દિવસ પહેલાં રાત્રીના સમયે બોટાદ,માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ દેના બેંક પાસે ખાંચામાંથી રીયલ રીક્ષાનું શોકેટ તોડી ડાયરેકટ કરી રીક્ષાની ચોરી કરી પોતે વાપરતો હોવાનું જણાવેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી માણસઃ-
આશીફ ઉર્ફે રાજુ ઇકબાલભાઇ કુરેશી/સિપાઇ ઉ.વ.૩૮ ધંધો-રી.ડ્રા. રહે. શેરી નંબર-૦૬,હારૂનભાઇની દુકાન પાસે,મોતીતળાવ,ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
લીલા-પીળા હુડવાળી બજાજ કંપનીની રીયલ રીક્ષા આગળ-પાછળ રજી.નંબર-GJ-01-AV 2114 ચેસીઝ નંબર-24F8MB30892 એન્જીન નંબર-AEMBLK93002વાળી જુના જેવી CNG રીક્ષા કિ.રૂ.૩૫,૦૦૦/-
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-
1. ગંગાજળીયા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૯૮૧/૨૦૨૩ જી.પી.એકટ કલમઃ-૧૨૨ સી મુજબ
2. ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૫૮૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
3. અમદાવાદ શહેર,વાસણા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૫૬૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
4. અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીના ગુન્હામાં પકડાય ગયેલ છે.
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *