Crime

અમદાવાદ વાડજ પોલીસ ચોકીના ઓટો રિક્ષા ચોરીના ગુનાનો 7 માસથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન અને સુચનાથી નાસત ફરતા આરોપી , જુગાર , પ્રોહીબીશન સહિતના ગુનાઓને અંજામ આપતા આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે

ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર યુ એલ વાધેલાની સૂચનાથી રાત્રી પેટ્રોલીંગમા હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી ને મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશનના ઓટો રીક્ષા ચોરીના ગુનામાં સાત માસથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપી રાજુ ઉર્ફે ટીનાભાઇ મસાભાઈ ને સોલડી ગામની સિમ માંથી આરોપીને દબોચી લીધો હતો

આરોપી ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર યુ એલ વાધેલા , એ.એસ.આઈ એમ.બી સોલંકી , મહાવીર સિંહ જોરુભા તથા વિક્રમભાઈ રૈયાભાઈ સહિત સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *