Crime

બોટાદ જિલ્લાના રોહિશાળા ગામની સીમમાં ખેત મજુરી કામ માટે પરિવાર સાથે આવેલ સગીર બળાનું ચાર માસ પહેલા અપહરણ કરનાર આરોપીને સુરૈધનગર જિલ્લામાંથી પકડી પાડતી બોટાદ રૂરલ પોલીસ

શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ જિલ્લામાં રહેલ અપહરણના ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળીલીયા આવા ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડી પાડવા સુચના કરેલ જેથી શ્રી મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નાઓએ આવા ગુન્હાઓ ડીટેકટ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ,

બહારના જિલ્લામાંથી ખેત મજૂરી કામ કરવા માટે રોહિશાળા ગામે આવેલ ફરીયદીશ્રીની સગીર ઉંમરની (૧૨ વર્ષ ૮ માસ) બાળને આરોપી અજય રસ્પેશભાઇ વસાવા નર્મદા જિલ્લા વાળો ગઇ તા. ૧૬/૦૧/૨૦૧૩ ના રોજ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય જે અંગે બોટાદ રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૮ ૨૩૦૦૨૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૩૬ તેમજ પોકસો એકટ કલમ ૧૧(૬),૧૨ મુજબ આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. આ આરોપીનું કોઇ ચોક્કસ સરનામુ પણ મળી આવેલ નહીં. તેમ છતા કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી આરોપી અને ભોગ બનનારની તપાસ કરતા તપાસ દરમ્યાન ભોગ બનનારને તા.૨૭/૦૫/૨૦૧૩ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી શોધી કાઢી આ ગુનાના મુખ્ય આરોપી અજય રમેશભાઇ વસાવાને આશરો આપી મદદગારી કરનાર સહ આરોપી રમેશભાઇ મનોરભાઇ વસાવા રહે.વાંદરીયા ગામ તા.નાંદોદ જિ.નર્મદા નાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ.

બાદ આ ગુનાનો મુખ્ય આરોપી અજય રમેશભાઇ વસાવા નાનો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામે નાસતો ફરતો હોવાની ચોક્કસ માહિતી મળતા આજરોજ તા.૦૨/૦૬/૨૦૨૩ ના રોજ પો.સ.ઇ.શ્રી વી.સી.ભરવાડ નાઓ સાથે એક ટીમ સ્વાના કરેલ જે ટીમ આરોપી અજય રમેશ વસાવા રહે.વાંદરીયા ગામ તા.નાંદોદ જિ.નર્મદા નાઓને હસ્તગત કરી બોટાદ રૂરલ પો.સ્ટે. લઇ આવતા પો.ઇન્સ. શ્રી એમ.જી.જાડેજા સાહેબનાઓએ આ ગુનાની આગળની વધુ તપાસ હાથ ધરેલ છે,

આરોપીનું નામ અજય રમેશભાઇ મનોરભાઇ વસાવા જાતે અનુ જન જાતિ ઉ.વ.રર

રહે.વાંદરીયા ગામ તા.નાંદોદ જિ.નર્મદા

આ કામગરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ–

(૧) શ્રી એમ.જી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન (૨) શ્રી વી.સી.ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેકટર, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન (3) હે.કો. ગુલાબભાઇ ગોપાળભાઇ ખોડદા, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન (૪) હે.કો. દિલાવરભાઇ અબ્દુલભાઇ સૈયદ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન (૫) પો.કો. આનંદકુમાર રમેશભાઇ શઠોડ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન (૬) પો.કો. દશરથભાઇ વજુભાઇ બોલણીયા, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *