પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ સાહેબે આજના યુગમાં ઉછીના રૂપિયા પણ માણસો પાછા આપતાં ન હોય તેવા સમયમાં રોડ ઉપરથી મળી આવેલ મોટી રોકડ રકમ પરત આપવાની પ્રમાણિકતા દાખવવા બદલ શાક બકાલાનો ધંધો કરતાં દેવીપુજક સમાજના વિક્રમ રમેશભાઇ વાળોદિયાને હાર્દિક અભિનંદન પાઠવેલ.
ગઇકાલ તા.૧૬/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન ભાવનગર,પથિકાશ્રમ પાસે આવેલ શાક માર્કેટમાં આવતાં વિક્રમભાઇ રમેશભાઇ વાળોદિયા ધંધો-શાક બકાલાનો રહે.હુડકામાં,અવાણીયા જી.ભાવનગરવાળાએ તેને બે-ત્રણ દિવસ પહેલાં રોકડ રૂ.૧,૪૨,૫૦૦/- તથા જરૂરી ડોકયુમેન્ટ ભરેલ થેલી મળેલ હોવાની વાત કરી થેલી સોંપી આપેલ.જેથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ થેલીમાં રહેલ ડોકયુમેન્ટ તથા ભાવનગર,નેત્ર કંટ્રોલ રૂમ ટીમની મદદથી આ રોકડ રૂ.૧,૪૨,૫૦૦/- તથા જરૂરી ડોકયુમેન્ટ ભરેલ થેલી તેના મુળ માલિક રમેશભાઇ તળશીભાઇ ગુજરાતી રહે.હાદાનગર,ભાવનગરવાળાને શોધી કાઢી વિક્રમ રમેશભાઇ વાળોદિયાના હસ્તે પરત અપાવેલ.
આ બનાવ અંગે રમેશભાઇ તળશીભાઇ ગુજરાતી રહે.પ્લોટ નંબર-૧૫, ગુરૂનગર,હાદાનગર,ભાવનગર વાળાએ જણાવેલ કે,ગઇ તા.૧૩/૦૧/૨૦૨૪ના રોજ સાંજના સમયે તેઓ ભાવનગર,પથિકાશ્રમ પાસે આવેલ શાક માર્કેટમાંથી ઉપરોકત રોકડ રકમ તથા જરૂરી ડોકયુમેન્ટ ભરેલ થેલી લઇને મોટર સાયકલમાં પસાર થયેલ હતાં.તેઓને તેઓને ઘરે પહોંચી ગયા બાદ રૂપીયા ભરેલ થેલી પડી ગયેલ હોવાની જાણ થતાં તેઓએ આ થેલી શોધવા માટે ખુબ જ પ્રયત્નો કરેલ.જે રોકડ રૂપિયા તથા ડોકયુમેન્ટ મળી આવતાં તેઓએ પણ વિક્રમ રમેશભાઇ વાળોદિયાનો હ્રદયપુર્વક આભાર વ્યકત કરેલ.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા સ્ટાફનાં યુસુફખાન પઠાણ,વિશ્વજીતસિંહ ઝાલા,પાર્થભાઇ ધોળકિયા,મીનાજભાઇ ગોરી,ભાવનગર નેત્ર કંટ્રોલ રૂમ ટીમ