અત્રેથી મળતી વિગતો અનુસાર ગઈ તા.૧૭/ર/૧૬ નારોજ જેતપુરના કારખાને દાર વેપારી કીશોરભાઈ નરશીભાઈ રાખોલીયા પોતાના પરીવાર સાથે સાંજના પોતાના મિત્રની દીકરીના લગ્નમાં જેતપુર ખાતે જુનાગઢ રોડ ઉપર આવેલ રજવાડી પાર્ટી પ્લોટમાં ગયેલા હતા તે સમયે તેઓનો પુત્ર ”રૂદ્ર” ની ઉ.વ.૪ ની હતી તે બીજા છોકરાઓ સાથે રમતો હોય અને અચાનક ગુમ થઈ ગયેલો તેથી કીશોરભાઈ એ પોતાનો પુત્ર ગુમ થવા અંગે જેતપુર સીટી પોલીસમાં અરજી કરેલી અને તેમાં પોતાના પુત્રનો ફોટોગ્રાફસ પણ આપેલો ત્યારબાદ જેતપુર સીટી પોલીસે બનાવ અંગેની તપાસ શરૂ કરેલી દરમ્યાન કોટડાસાંગાણીના જે – તે વખતના પોલીસ ઈન્સ્ટેકટર શ્રી આર.જે.રામ આઉટ સ્ટેટમાં જલગાવ જતા હોય તેઓ તે સમયે ટ્રેનમાં મુસાફરી કરતા હતા તેઓ જે રેલ્વેના ડબ્બામાં બેસેલા તે ડબ્બામાં આરોપી રાકેશપ્રસાદસીંગ અવધેશનારાયણસીંગ એક બાળકને લઈને તે જ ડબ્બામાં બેસેલો હતો દરમ્યાન જેતપુર પોલીસે રૂદ્ર ગુમ થયા અંગે તેનો ફોટો સમગ્ર રાજયમાં તમામ પોલીસ કર્મચારીને વોટસએપ ઉપર મોકલી આપેલ.
તે દીવસે ઈન્સ્પેકટર શ્રી રામ સાથે અન્ય પોલીસ અધીકારીઓ જેમાં ઈન્સ્પેકટર શ્રી પટેલીયા,શ્રી પટેલ તથા શ્રી મોટાવર વિગેરે પણ નવજીવન એકસપ્રેસમાં તાલીમ માટે જતા હતા તે સમયે વોટસેઅપ ગ્રુપમાં જેતપુ્રમાંથી અપહરણ કરવામાં આવેલ બાળક રૂદ્ર નો ફોટો અપલોડ થયેલ જે ફોટો જોતા અને તેમાં ફોટા નીચે બાળકનું જેતપુર થી અપહરણ થયેલ હોવાનું જણાવવામાં આવેલ હતું ઉપરોકત સમયે નવજીવન એકસપ્રેસના તે જ ડબ્બામાં જેમાં પોલીસ ઈન્સ્પેટકર આર. જે રામ હતા તે કોચમાં સામેની સીટમાં આરોપી ”રૂદ્ર” જેવા દેખાતા બાળકને લઈને બેસેલો હતો. અને તે બાળક એકદમ ઉદાસ જણાયેલ તેથી પોલીસ અધિકારીઓને શંકા જતા બાળક બાબતે ખાતરી કરવા માટે તેઓની સાથે રહેલ પોલીસ અધીકારી શ્રી એમ.ઝેડ. પટેલ સાહેબે આરોપીને ખ્યાલ ન આવે તે રીતે આરોપી અને બાળકનો ફોટો પોતાના મોબાઈલ માં પાડી રાજકોટ રૂરલના પી.એસ.આઈ ડી.બી.મેતાને ખાતરી કરવા મોકલતા ઉપરોકત બાળક ”રૂદ્ર” હોવાનું જણાય આવેલ તેથી પોલીસ અધીકારીઓએે ભુસાવળ રેલ્વે સ્ટેશને ઉતરી જતા પોલીસ અધીકારીઓએ રેલ્વે સ્ટેશનના સ્ટાફ, રેલ્વે પોલીસ અધીકારીની મદદથી ફીલ્મી ઢેબે આરોપીને ”રૂદ્ર” સાથે રંગે હાથ પકડી પાડેલ અને બાળકનો કબજો લઈ તેઓના માતા–પિતાને સોંપી આપેલ.. પુછપરછમાં આરોપી બી.એસ.એફનો જવાન હોય તેવુ ખુલ્લેલું તેથી તેના અપહરણ માટે આરોપની ધરપકડ કરી જેતપુર લાવવામાં આવેલ અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ.
ઉપરોકત કેસ દરમ્યાન આરોપીએ અવાર– નવાર જામીન ઉપર છુટવા માટે સેસન્સ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટમાં અરજી ઓ કરેલી પરંતુ તેને જામીન ઉપર મુકત કરવામાં આવેલ નહી ઉપરોકત કેસ ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલશ્રી કે.એ.પંડ્યા તથા ફરીયાદી કીશોરભાઈ રાખોલીયા તરફે જેતપુરના સીનીયર એડવોકેટ આર.આર.ત્રિવેદી, શ્રી ભાવેશ પી.ત્રિવેદી, શ્રી જે.જી.વાઘેલા, તથા મીસ પારૂલ જી.સિંધવડ રોકવામાં આવેલ. આરોપી તરફે તેઓ ગરીબ છે બે સગીર પુત્રીઓ છે પરીવારની જવાબદારી છે તેથી ઓછી સજા કરવા માટે રજુઆત કરેલી. જયારે ફરીયાદી તરફે સરકારી વકીલશ્રી સાહિતનાઓએ,
આરોપી બી.એસ.એફનો જવાન છે તેણે પ્રજાનું રક્ષણ કરવાનું હોય તેને બદલે રક્ષકભક્ષક બની ગયેલ છે અને જાણી બુજીને ઈરાદાપુર્વક પ્લાન બનાવીને ”રૂદ્ર” નું અપહરણ કરી જેતપુરથી ભુસાવડ સુધી લઈ ગયેલ છે અને ત્યાંથી રંગે હાથે પકડાયેલ છે તેથી તેનું કૃત્ય કોઈ રીતે દયાને પ્રાત્ર નથી તેથી પુરેપુરી સજા કરવા વિનંતી કરતા જેતપુરના એડીશનલ સેસન્સ જજ શ્રી એલ.જી. ચુડાસમા સાહેબે આરોપીને કાયદામાં જણાવેલી પુરેપુરી સાત વર્ષની સજા અને ૧૦૦૦૦/– હજાર દંડનો હુકમ ફરમાવેલ છે.
રીપોર્ટ આહીર કાળુભાઇ દીવ