Latest

માયાળુ માયાબા તમે કાયમ ને માટે માયા લગાડી ગયા ! : ઓમસેવા ધામ ના એક દિવ્ય આત્માની વસમી વિદાય

માયાબાની જીવન પીડા તેમની તાકત બની ગઈ

ભાવનગર તા.27/2/2024
ભાવનગરની નિઃસહાય નિઃસંતાન વૃધ્ધજનોના આશ્રય સ્થાન સમી ઓમસેવા ધામ સંસ્થાને પોતાનો પરિવાર સમજી ને અહીં જ ઘણા વર્ષોથી પોતાનું પાછલુ જીવન વિતાવતા એક વડીલ માયાળુ માયાબા સૌ કોઈ માટે આદરણિય પ્રિય પાત્ર હતા. તેમનું ટૂંકી બીમારી બાદ ગઈકાલે તા.26 ફેબ્રુઆરી એ અવસાન થયું.

માયાબા એ દરેક ને ખૂબ પ્રેમ આપ્યો. લોકોને જીવન જીવવા હિંમત આપી પણ કુદરતે તેમની સાથે ક્રુર મજાક કરી હોય તેમ તેઓ ખૂબ પીડિત હતા. પણ તેમની પીડા તેમની તાકત બની ગઈ.!
જૂનાગઢમાં જન્મ, મુંબઈમા જીવન અને ભાવનગર ના ઓમ સેવા ધામમાં  અંતિમ શ્વાસ લીધા. સતત પોતાના જીવનમાં લોકોને મદદ કરવી તેજ તેમનો નિખાલસ સ્વભાવ હતો.

સેવાભાવી માયાબાની કુદરતે કઠોર પરીક્ષા કરી હોય તેમ તેમને સંતાન સુખ ન હતું અને પોતાના પરિવારમાં નજીકના સંબંધી પણ ન હતા. તે પોતાના પતિ સાથે સુખમય જીવન ગુજારતા હતા.પતિ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. એક સમય પતિ રીક્ષા લઇને ગયા અને પાછા ફર્યા જ નહીં.! શું થયું કોઈ ખબર ન આવી !

તે પછી માયાબા નિરાધાર થઈ ગયા તે પછી ઓમસેવા ધામ તેમનો પરિવાર અને તેમનું ઘર,

સંસ્થામાં વસતા નિરાધાર વડીલોને એક-મેક કરી રાખતા. જરૂર પડે તો મીઠો ઠપકો પણ આપે આજ તેમનો સ્વભાવ દરેક વડીલોના હૃદયમા વસતો હતો .

આ વિદાય થી વડીલો ચો ધાર આંસુ થી રડી પડીયા હતા.
આ સમયે તેમની અંતિમ યાત્રામાં સેવાભાવી વિજયભાઈ કંડોલિયા, ભરતભાઈ મોણપરા,આશિષભાઈ શાહ, બિપિનભાઈ ઝાલા વગેરે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *