Latest

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાનૂની શિક્ષણ શિબિરનું સફળ આયોજન…

તા. 23/07/2026 ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા અને સાબરકાંઠા પોલીસ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ સર પ્રતાપ જનરલ હોસ્પિટલ સંલગ્ન જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કોર્ટ, હિંમતનગરની શૈક્ષણિક મુલાકાત તથા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠાના પૂર્ણ સમય સચિવશ્રી શ્રી સી. પી. ચારણ તથા જિલ્લા પોલીસ અધિક્ષક, શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જિલ્લા કોર્ટની વિવિધ શાખાઓ, કોર્ટની કાર્યવાહી, ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ તેમજ સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ નિઃશુલ્ક કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક કાનૂની સેવાઓ, મધ્યસ્થી (Mediation), લોક અદાલત, કાનૂની જાગૃતિ કાર્યક્રમો તેમજ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 15100 અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, મહિલાઓની સુરક્ષા, સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ, કાયદાનું પાલન, નાગરિકોની ફરજો તેમજ પોલીસની વિવિધ જનકલ્યાણકારી સેવાઓ અંગે સરળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓને જાગૃત, જવાબદાર અને કાયદાનું પાલન કરતા નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમય સચિવશ્રી સી. પી. ચારણે વિદ્યાર્થીઓને બંધારણ દ્વારા પ્રાપ્ત અધિકારો અને ફરજો, કાનૂની જાગૃતિનું મહત્વ તથા કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે કાનૂની જ્ઞાન દરેક નાગરિકને સશક્ત બનાવે છે અને સમાજમાં ન્યાય તથા સમાનતાની સ્થાપના માટે કાનૂની જાગૃતિ અત્યંત જરૂરી છે.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને વિવિધ કાનૂની અને પોલીસ સંબંધિત વિષયો અંગે પોતાની જિજ્ઞાસાનું સમાધાન મેળવ્યું હતું.

કોર્ટની મુલાકાત અને કાનૂની શિક્ષણ શિબિર વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા દ્વારા ભવિષ્યમાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને વધુમાં વધુ નાગરિકો સુધી કાનૂની માહિતી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *