ઇવા સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલ અવેڑا, ઓશિયન અને આઇકોનિક નામના સ્પા સેન્ટરોમાં પોલીસની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. રેઇડ દરમિયાન પોલીસે દેહવ્યાપારમાં સંકળાયેલ આશરે દસ જેટલી યુવતીઓને મુક્ત કરાવી હતી. આ દરમિયાન ત્રણેય સ્પા સેન્ટરોના મેનેજરોને પોલીસે ઝડપી લીધા છે અને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં રાખ્યા છે.
આ રેઇડમાં નીલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ સહિતના અધિકારીઓ જોડાયા હતા. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ લોકો આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. શહેરમાં આવા સ્પા સેન્ટરોની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા સામે પોલીસે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.