આનંદ ગુરવ સુરત.
સચિન જીઆઇડીસી પોલીસે 11 અને સચિન પોલીસે 3 મળી 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. વ્યાજખોરો 10થી 15 ટકા વ્યાજ લેતા હતા. શહેરમાં ગેરકાયદે વ્યાજ નાણાં ફેરવતા વ્યાજખોરોની ઉઘરાણીને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે.
આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વડાની સૂચનાથી 5મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી સ્પે. ડ્રાઇવ આખા ગુજરાતમાં રાખવામાં આવી છે.
ઈ -ડિવિઝનના એસીપી આર.એલ.માવાણી સાહેબે વધુ માહિતી માહિતા આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વડાની સૂચનાથી 5મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી સ્પે. ડ્રાઇવ આખા ગુજરાતમાં રાખવામાં આવી છે.
તેના ભાગ રૂપે આ ડ્રાઇવના આધારે ગુરુવારે ઈ-ડિવિઝનમાં આવેલા સચિન જીઆઇડીસી અને સચિન પોલીસે પોતાના વિસ્તારોમાં ખાસ કરીને નાના ધંધાદારીઓ, શાકભાજી પાથરણાં અને લારીવાળાઓ અને કટલરી સામાન વેચતા ધંધાદારીઓ પાસેથી 10થી 15 ટકા ઊચું વ્યાજ વસૂલતા અને પઠાણી ઉઘરાણી કરતા.નીરજ બનારસી તિવારી,શાહુલ હમીદ,સંતોષ,ઈમુદ્દીન ઉર્ફે આલમ મૂળજી આલમ શેખ,જયેશ ભાણા ખલાસી,કલ્પેશ ઉર્ફે કપીલ ખલાસી,સંતોષ ધોબી,દિનેશકુમાર,કેસુર ઉર્ફે કેતન પટેલ ગુલાબચંદ્ર ઘનરાજ યાદવ,ઈમ્તીયાઝ અબ્દુલ કરીમ શેખ,ઉકા ઉર્ફે કરશન રત્ના ભરવાડ,જયેશ ગોવિંદ પટેલ આલમ,આ 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી.
પોલીસે વ્યાજખોરો પાસેથી કોરા ચેકો, ડાયરીઓ, લખાણો સહિતના ડોક્યુમેન્ટો કબજે કર્યા હતા. સચિન જીઆઇડીસી પીઆઈ જે.આર.ચૌધરી અને સચિન પીઆઇ આર.આર.દેસાઈના સ્ટાફ સાથે વ્યાજખોરોને પકડવા કાર્યવાહી કરી હતી.સચિન જીઆઈડીસી પોલીસે11 સચિન પોલીસે 3 વ્યાજખોર સામે કાર્યવાહી કરી હતી.
સચિન જીઆઇડીસી પોલીસે 11 વ્યાજખોરો સામે લાલ આંખ કરી સચિન પોલીસે 3 મળી વ્યાજખોરો સામે કાર્યવાહી કરીસચિન જીઆઇડીસી પોલીસ અને સચિન પોલીસે મળી 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી વ્યાજખોરો 10થી 15 ટકા વ્યાજ લેતા હતા શહેરમાં ગેરકાયદે વ્યાજ નાણાં ફેરવતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી.
પઠાણી ઉઘરાણીને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ વડાની સૂચનાથી વ્યાજખોરો સામે કાર્યવાહી કરી 5મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી સ્પે. ડ્રાઇવ આખા ગુજરાતમાં રાખવામાં આવી છે.