પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૬/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, દાઠા ગામ પરા વિસ્તારમા રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર રજી. નંબર વગરનું મોટર સાયકલ લઇને ઉભા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. તેની પાસે મોટર સાયકલ અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેણે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ તે કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરવામાં આવેલ.
આ ઇસમને મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી આશરે પાંચેક મહિના પહેલા વિજયભાઇ પરમાર રહે.મુળ-ગોરખી હાલ-સુરતવાળાએ વલસાડના રાબડા ગામે ચંદન ઓટો મોબાઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ગરનાળા પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ પોતે રૂ.૯,૦૦૦/- લીધેલ હોવાનું જણાવેલ. જેથી આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે દાઠા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.જે અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ છે.
સાગરભાઇ કાંતીભાઇ ચુડાસમા ઉ.વ.૨૧ ધંધો-ડ્રાયવીગ રહે.પ્લોટ વિસ્તાર, દાઠા તા.તળાજા જી.ભાવનગર
તેમની પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ કાળા કલરનું હિરો કંપનીનુ સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું એન્જીન નં.HA10ELD9M11991વાળું મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ
આ દરમ્યાન શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૦૨૭/૨૦૨૫ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
અ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, પ્રવિણભાઇ ગળસર, તરૂણભાઇ નાંદવા