bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની સુપર્બ કામગીરી દિવસના સમયે ઘરફોડ ચોરી કરતી ઘાંટવડ ગેંગના પાંચ સભ્યોને કુલ રૂ.૬૦,૯૧૦/-ના ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ-૦૪ ચોરીઓનો ભેદ ઉકેલયો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ગઇકાલ તા.૧૫/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવતા હરિચંદ્દસિંહ દિલુભા ગોહિલ પો.કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરને બાતમીરાહે હકિકત મળેલ કે,પાંચ ઇસમો ભાવનગર રાજકોટ હાઇ-વે રોડ ઉ૫ર રંધોળા ચોકડી ખાતે રોડના નાકે ઉભા છે.અને તેઓ પાસે સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ છે.જે તેઓએ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબની શંકાસ્પદ વસ્તુઓ સાથે હાજર મળી આવેલ.જે વસ્તુઓ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ વસ્તુઓ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ તમામ માણસો પાસેથી મળી આવેલ ચીજવસ્તુઓ બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે,તેઓ પાંચેય તથા પકડવાના બાકી આરોપીઓએ મળીને દોઢ-બે વર્ષ પહેલા પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામે, એક-દોઢ મહિના પહેલાં તળાજા તાલુકાના નવી કામરોલ ગામે, સાતેક દિવસ પહેલાં ઉમરાળા તાલુકાના પરવાળા ગામે તથા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે આઠ-નવ દિવસ પહેલાં દિવસના સમયે ઘરફોડ ચોરીઓ કરેલ તેમાં મળેલ સોના-ચાંદીના દાગીના હોવાની કબુલાત કરેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. રણજીતભાઇ અંબુભાઇ રાઠોડ ઉ.વ.૭૦ ધંધો-મજુરી રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ
2. ધમાભાઇ ઉર્ફે ગોરધનભાઇ સોનીયાભાઇ ચૌહાણ ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ
3. દિપકભાઇ સોનીયાભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ
4. ભગતભાઇ ભરતભાઇ ચૌહાણ ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.ખોડીયાર માતાના મંદીરની પાસે,ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ
5. રાહુલભાઇ ઉર્ફે રોહન બહાદુરભાઇ ઉર્ફે બદરૂભાઇ રાઠોડ ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ

પકડવાના બાકી આરોપીઓઃ-
1. આતિષ ઉર્ફે વિશાલ બદરૂભાઇ રાઠોડ રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ
2. હિતેષભાઇ દિલીપભાઇ ચૌહાણ રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોકડા રૂ.૩,૫૦૦/-
2. સોનાના વેઢલા જોડી-૦૧ વજન ૧ ગ્રામ ૯૭૦ મીલીગ્રામ કિ.રૂ.૧૧,૦૦૦/-
3. સોનાનુ નાનુ ઓમકાર ઘાટનુ પેન્ડલ વજન-૦.૨૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૬૦૦/-
4. ચાંદીના વેઢલા નંગ-૦૬ વજન-૧૯ ગ્રામ અને ૫૫૦ મીલીગ્રામ કિ.રૂ.૨,૦૦૦/-
5. ચાંદીનો કંદોરો વજન-૧૦૫ ગ્રામ અને ૩૦૦ મીલીગ્રામ કિ.રૂ.૮,૫૬૦/-
6. સોનાની બુટી-૦૧ ટીપકીવાળી વજન-૧ ગ્રામ અને ૮૦ મીલીગ્રામ કિ.રૂ.૮,૨૦૦/-
7. સોનાની નાની કડી નંગ-૦૫ વજન-૦.૮૭૦ મીલીગ્રામ કિ.રૂ.૫,૦૦૦/-
8. ચાંદીની હાથમા પહેરવાની પોચી નંગ-૦૧ વજન-૧૮ ગ્રામ અને ૭૧૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૪૦૦/-
9. ચાંદીના છડા જોડી નંગ-૦૨ વજન-૩૦ ગ્રામ અને ૬૪૦ મીલીગ્રામ કિ.રૂ.૨,૧૦૦/-
10. ચાંદીની ગળામા પહેરવાની મોતીની માળા-૦૧ વજન-૩૦ ગ્રામ અને ૭૯૦ મીલીગ્રામ કિ.રૂ.૨,૧૦૦/-
11. ચાંદીનો કમરજુડો-૦૧ વજન-૩૦ ગ્રામ ૭૦૦ મીલીગ્રામ કિ.રૂ.૨,૩૦૦/-
12. ચાંદીની લક્કી નંગ-૦૧ વજન-૧૭ ગ્રામ અને ૩૮૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૩૦૦/-
13. સોનાની કાનમા પહેરવાની મીણાવાળી બુટી જોડ નંગ-૦૧ વજન-૦.૯૨૦ મીલી ગ્રામ કિ.રૂ.૭,૮૦૦/-
14. પગમા પહેરવાના ચાંદીના જાડા છડા જોડ-૦૧ વજન-૭૩ ગ્રામ કિ.રૂ.૨,૭૦૦/-
15. પગમા પહેરવાના ચાંદીના ગુઠીયા નંગ-૦૨ વજન-૪૫૦ ગ્રામ ૨૩૫ મીલીગ્રામ કિ.રૂ.૩૫૦/-મળી કુલ રૂ.૬૦,૯૧૦/-નો મુદ્દામાલ
ચોરી કરવાની એમ.ઓ.-
દિવસના સમયે બંધ મકાનની દિવાલ કુદી તાળા તોડી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. ઉમરાળા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૮૦૫૯૨૩૦૫૧૧ ઇ.પી.કો.કલમઃ-૪૫૪ ૩૮૦, મુજબ
2. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૧૨૩૦૫૫૯ ઇ.પી.કો. કલમ-૪૫૪,૩૮૦ મુજબ
3. તળાજા પોલીસ સ્ટેશન પાર્ટ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૩૦૭૨૯ ઇ.પી.કો. કલમ-૪૫૪,૩૮૦ મુજબ
4. ગઢડા પોલીસ સ્ટેશન પાર્ટ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૧૬૦૮ ઇ.પી.કો. કલમ-૪૫૪,૩૮૦ મુજબ

પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-
આરોપી હિતેશભાઇ દિલીપભાઇ ચૌહાણ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓની વિગતઃ-
1. આણંદ, વિધાનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૧૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
2. આણંદ, આણંદ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૫૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૭, ૩૮૦ મુજબ
3. આણંદ, આણંદ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૭૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૭, ૩૮૦ મુજબ
4. આણંદ, આણંદ રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૩૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦,૧૧૪,૫૧૧ મુજબ
5. જુનાગઢ, માળીયા હાટીના પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૩૨/૨૦૧૯ ઇ.પી.કો કલમઃ-૪૫૪, ૩૮૦ મુજબ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં દિપસંગભાઇ ભંડારી,જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,હરિચંદ્દસિંહ ગોહિલ,ફાલ્ગુનસિંહ ગોહિલ,નિતીનભાઇ ખટાણા,બ્રિજરાજસિંહ ગોહિલ વગેરે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *