Crime

સુરત શહેરમાં સીટી બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત નથી

સુરત શહેરમાં BRTS બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત ન હોય તેવુ લાગી રહ્યું છે કેમ કે સીટી બસના ૩ કંડકટરોએ બસમાં ૧૭ વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે.

બસમાં ફરજ બજાવતા કંડકટરે પણ તરૂણીની મદદ કરવાની તસ્દી લીધી ન હતી. ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ દિલ્હીગેટ પાસે આવી ગયા હતા.

માતાએ કંટ્રોલરૂમમાં ૧૦૦ નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

તરૂણીની માતાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે શાહરૂખ ફારૂક શેખ, જયદીપ કીમજી પરમાર અને સમીર નાસીર રમઝાનશાની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

એફ.આઇ.આરમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કરી હોવાનો ઉલ્લેખ છતાં પોલીસે પોક્સો એકટની કલમ કેમ ન લગાવી તે એક તપાસનો વિષય છે. ઘટના બની ત્યારે ત્રણેય કંડકટરો ફરજ પર ન હતા. મહિધરપુરામાં રહેતી ૧૭ વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે ૨૦મી તારીખે સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સીટી બસમાં બેસીને ઘરે આવતા હતા.

બસમાં ભીડ વધારે હતી અને બેસવાની જગ્યા ન હોવાથી બન્ને પાછળના ભાગે ઊભી રહી હતી.તરૂણીને એવુ હતું કે બસમાં ભીડ વધારે હોય જેના કારણે ભૂલથી ધક્કો લાગી ગયો હશે, પછી કંડકટરે કહ્યું કે, આગળ જગ્યા છે આથી બન્ને આગળ ઊભા રહયા હતા. ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં તરૂણીનું મોઢું અથડાયું હતું.

પછી તરૂણી અને તેની બહેનપણી પાછા બસમાં પાછલા ભાગે ઊભા રહયા હતા તે સમયે બસમાં જે યુવકે તરૂણીને સ્પર્શ કર્યો હતો તેણે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારૂં મોઢુ અથડાય, ત્યાર પછી તે યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા કે સ્ટેશનવાળા પાછળ,તેમજ તરૂણીને આંખ મારી અને ઈશારા કરી સ્માઇલ સરસ છે કહ્યું હતું.

સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને ઊભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી.

બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી.તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શુ કરવું છે.

સુરત શહેરમાં સીટી બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત નથી..

સીટી બસના ૩ કંડકટરોએ બસમાં ૧૭ વર્ષની તરૂણીની છેડતી કરી..

ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ દિલ્હીગેટ પાસે આવી ગયા હતા..

માતાએ કંટ્રોલરૂમમાં ૧૦૦ નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી..

ત્યારબાદ ત્રણેય ઈસમોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા..

શાહરૂખ ફારૂક શેખ, જયદીપ કીમજી પરમાર અને સમીર નાસીર રમઝાનશા નામના ઇસમોની ધરપકડ કરાઇ..

ઘટના બની ત્યારે ત્રણેય કંડકટરો ફરજ પર ન હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *