સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે યુવાનોએ જાહેરમાં એક યુવક પર તિક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.
જ્યારે અન્ય યુવક પર તેની સાથે હોવાની શંકા રાખી તેની પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ડીંડોલી પોલીસ હત્યાનો ગુનો નોંધી બને આરોપીઓની ધરપકડ કરી છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે.ડીંડોલીમાં વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતો યુવક રાજા વર્મની અન્ય બે યુવકો દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી.
ગત મોડી રાત્રે બે યુવકો ડીંડોલીમાં રેલવે ટ્રેકની ગલીમાં રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. દરમિયાન અચાનક જ બંને યુવકો રાજા વર્માને માર મારવા લાગ્યા હતા. તિક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરી રાજા વર્માનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
હત્યાની ઘટનાને લઇ મળતી વિગત મુજબ આ હત્યા અંગત અદાવતમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જીવણ અને સંદીપ રાજા વર્માને તિક્ષ્ણ હથિયાર વડે મારી રહ્યા હતા. ત્યારે રાજા વર્માનો મિત્ર સંદીપ રાય ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન હુમલો કરનાર બંને યુવકોને લાગ્યું કે આ પણ રાજા વર્માનો મિત્ર છે,એમ કહી તેની પર પણ હુમલો કર્યો હતો.
જોકે સંદીપ રાય દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સંદીપ રાયને પગના ભાગમાં નાની મોટી ઈજાઓ પહોંચતા તેનો જીવ બચી ગયો હતો.જોકે ત્યારબાદ સંદીપ રાય પાસેથી જાણવા મળ્યું હતું કે, રાજા વર્મા અને મારનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો.તેની અદાવત રાખીને જ રાજા વર્માની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હુમલો કરી હત્યા કરનાર બંને યુવકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના હત્યાનો સિલસિલો યથાવત..
ડિંડોલી વિસ્તારમાં ગત રોજ એક યુવકની કરવામાં આવી હતી હત્યા. બે યુવકો દ્વારા કરવામાં આવ્યો હતો હમલો. ડીંડોલી પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યો. ગણતરીના કલાકોમાં બને આરોપીઓને ઝડપી પાડ્યો.
જૂની અદાવતમાં કરાઈ હતી હત્યા.