રિપોટ આનંદ ગુરવ સુરત
સુરત શહેર એસ.ઓ.જી.ની ટીમ પ્રેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાતમીની હકીકત મળતા છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ડિંડોલીના મિલીનિયમ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી આરોપી છગનભાઈ કાનજીભાઈ ચૌહાણ ની ધરપકડ કરી હતી.આરોપીને પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો કરી
જણાવ્યું હતું કે પોતે અગાઉ બાંધકામના ધંધા સાથે સંકળાયેલા હતો. પરંતુ તે ધંધામાં અમુક પાર્ટીઓએ કામ કરાવી પૈસા નહીં આપતા ધંધામાં ખોટ ગઈ હતી અને પોતાના રહેતા ઘર અને સાત જેટલી ટ્રકો વેચિયા બાદ પણ કર્જ ચૂક્યું ન હતું.અને આર્થિક રીતે ભીંસમાં સપડાય ગયેલ હતો.
જેથી શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે સુરત માંજ રહેતા આરોપી ઇશાકભાઇ ઈસુ કાળુભાઈ પઠાણ સાતે પોતાના તથા અન્ય વ્યક્તિઓના નામ એ લક્ઝરી બસ અને ટ્રકોની આર.સી.બુક બનાવી અલગ અલગ વ્યક્તિઓ ના નામે અડાજણ ખાતે આવેલ ઇન્ડોસ્ટાર કેપિટલ finance પ્રાઇવેટ લિમિટેડ માંથી રૂપિયા ૧૨.૫૨.૬૫.૧૭૦ ની લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરેલ જે બાબતે અડાજન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં તેની સાથે નો ઈર્શાદ ભાઈ ઈસુભાઈ કાળુભાઈ પાટણ અગાઉ પકડાઈ ગયેલ હતો અને પોતે આ ગુનામાં પોલીસથી બચવા છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો અને આરોપીઓ એકબીજાની મદદગારીથી જે વાહનો અસ્તિત્વમાંજ ન હોય તેવા કેટલાક ટ્રકો અને લક્ઝરી બસો વગેરેની બોગસ આર.સી બુક અને ખોટા રેસિડેન્સીયલ પુરાવા અને ખોટા ઓળખના પુરાવાઓ બનાવી યુઝ કોમર્શિયલ વાહનો ઉપર અન્ય વ્યક્તિના નામે બેન્કમાંથી લોન મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજુ કરી બેંકમાં અરજી કરતા હતા.
બાદમાં બેંક દ્વારા જે વાહન ઉપર લોન લેવાની હોય તે વાહનના ફિઝિકલ ચેકિંગ તથા સ્થળ વિઝીટ માટે વેલ્યુઅરની નિમણૂક કરતાં જેથી આરોપીઓએ તે વેલ્યુઅરને થોડા પૈસાની લાલચ આપી અસ્તિત્વમાં ન હોય તેવા વાહનોના ખોટા વેલ્યુએશન રિપોર્ટ બેંકમાં સબમીટ કરાવતા બાદમાં બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઈ પ્રથમ થોડા હપ્તા બેન્કમાં રેગ્યુલર ભરતા બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી નાસી જતા હતા. હાલ તો સુરત શહેર એસ.ઓ.જી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…
સુરત શહેર એસ.ઓ.જી પોલીસ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી કરી ધરપકડ…
ટ્રેક અને લક્ઝરી બસના બોગસ ડોક્યુમેન્ટ બનાવી કરતો હતો છેતરપીંડી…
અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ finance માંથી કરોડોની લોન લઈ કરતો હતો છેતરપિંડી…
કરોડો રૂપિયાની છેતરપિંડી કરી એક વર્ષથી નાસતો ફરતો આરોપીની કરી ધરપકડ..