પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શંકાસ્પદ મોટર સાયકલ અંગે અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ., એલ.સી.બી.,ભાવનગર નાંઓને મળેલ માહિતી આધારે ભાવનગર,કાળીયાબીડ, જ્ઞાનમંજરી સ્કુલની બાજુમાં આવેલ પનિહારી રેસ્ટોરન્ટ સામે આવતાં હરેશ ઉર્ફે હરી કમલેશભાઇ માંગુડા/ભરવાડ ઉ.વ.૨૭ ધંધો-દુધનો રહે.પ્લોટ નંબર-બી/૫૮૮૯,પ્રમુખ સ્વામીનગર, જ્ઞાનમંજરી સ્કુલની સામે,કાળીયાબીડ,ભાવનગર મુળ-કેરીયા નં.૨,તા.જી.બોટાદ વાળો કાળા કલરનું બ્લ્યુ પટ્ટાવાળું હિરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું પાછળનાં ભાગે ARMY લખેલ મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. જે મોટર સાયકલનાં તેની પાસે રજી.કાગળો હોય તો રજુ કરવા માટે કહેતાં પોતે નહિ હોવાનું અને ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરી હસ્તગત કરેલ. આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં આ મોટર સાયકલ નવેક મહિના પહેલાં તેણે ભરતભાઇ મંગાભાઇ ચકાણી રહે.લોંગીયા તા.મહુવા જી.ભાવનગરવાળા પાસેથી રૂ.૮,૦૦૦/- માં વેચાતી લીધેલ હોવાનું અને તે મોટર સાયકલ ઉપર લોનનાં હપ્તા ચડી ગયેલ હોવાની વાત કરતાં લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ- સુરત શહેર,વરાછા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૩૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, ભહિપાલસિંહ ચુડાસમા, સત્યજીતસિંહ ચુડાસમા