પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૮/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,કુંભારવાડા,કાદરી મસ્જીદ પાસે રોડ ઉપર એક લાલ કલરનું આંખી બાંયનું ટી શર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ માણસ વાદળી કલરની એકસેસ સ્કુટર નંબર-GJ-04-EC-5953 ઉપર બેસેલ છે.તેની પાસે રોકડા રૂપિયા છે.તે રોકડા રૂપિયા તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ વાહન તથા રોકડ સાથે હાજર મળી આવેલ.જે વાહન તથા રોકડ અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ વાહન તથા રોકડ તે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ માણસની પુછપરછ કરતાં આજથી પચ્ચીસેક દિવસ પહેલા પોતે અને તેનો મિત્ર સદામ કાળુભાઇ રહે.ખારા ચોકમાં,પાલીતાણાવાળાએ પોતાની એકસેસ સ્કુટર નં.GJ-04EC-5953 લઇ રાત્રીના અઢી વાગ્યા આસપાસ દાણાપીઠા,લાલજી મંદિર પાસે આવેલ બંધ મકાનમાં પોતે એકસેસ સ્કુટર લઇ બહાર ઉભેલ અને તેનો મિત્ર સદામ બંધ મકાનમાંથી થોડી વારમાં સોના-ચાંદીના દાગીના ચોરી કરી લઇને આવેલ.આ સોના-ચાંદીના દાગીના સદામે પોતાની પાસે રાખેલ અને તેને વાપરવા રૂપિયા આપેલ અને બાકીના પૈસા આ દાગીનાઓ વેચાય ગયા બાદ ભાગ પાડવાનું નક્કી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ.
આ દરમ્યાન પકડાયેલ માણસઃ-
નૌશાદ ઉર્ફે દિકુ મહંમદભાઇ અબડા ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.વેલનાથની વાડીની બાજુમાં,તળાવ વિસ્તાર,પાલીતાણા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ
1. રૂ.૧,૫૦૦/-ની ભારતીય દરની ચલણી નોટો
2. બ્લ્યુ કલરનું સુઝુકી કંપનીનું એકસેસ સ્કુટર ૧૨૫ રજી.નં.GJ-04EC-5953 કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૧,૫૦૦/-નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઓઃ-
પાલીતાણા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૩૧૧૦૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.