Crime

રૂ.૨૭,૩૦૦/-નાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ રૂ.૪,૨૮,૩૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગર

ભાવનગર રેન્જ,ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પી.આર.સરવૈયા પો.સબ ઇન્સ., એલ.સી.બી., ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે, પુનાભાઇ મનાભાઇ મકવાણા તથા બળવંત દામાભાઇ બારૈયા રહે.બંને દકાના તા.તળાજા જી.ભાવનગરવાળા તેઓનાં કબ્જા-ભોગવટાનાં આછા કેસરી કલરનાં માલવાહક આયશર ફોર વ્હીલ વાહન નંબર-GJ-04-W 9357માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને કોબડી ટોલનાકા પાસેથી પસાર થઇ તળાજા તરફ જવાના છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતાં નીચે મુજબનાં આરોપીઓ હાજર મળી આવેલ.

તેઓના કબ્જા ભોગવટાની  આછા કેસરી કલરનાં માલવાહક આયશર ફોર વ્હીલ વાહન નંબર-GJ-04-W 9357માંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.જે અંગે તેઓ બંને સામે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓ-

1. પુનાભાઇ મનાભાઇ મકવાણા ઉ.વ.૩૮ ધંધો- ડ્રાયવીંગ રહે.મકવાણા શેરી,દકાના તા.તળાજા જી.ભાવનગર
2. બળવંતભાઇ દામાભાઇ બારૈયા ઉ.વ.૩૭ ધંધો-કલીનર રહે.બસ સ્ટેન્ડની બાજુમાં,દકાના તા.તળાજા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. પીળા કલરનાં પાઉચમાં અંગ્રેજીમાં ડી.કે. ડબલ કીક ફાઇન વ્હીસ્કી ૧૮૦ ML પાઉચ નંગ-૧૩૯ કિ.રૂ.૭,૭૮૪/-
2. પીળા કલરનાં પાઉચમાં અંગ્રેજીમાં બેંગ્લોર વ્હીસ્કી ૧૮૦ ML પાઉચ નંગ-૧૮૧ કિ.રૂ.૧૦,૧૩૬/-
3. લીલા કલરનાં પાઉચમાં અંગ્રેજીમાં બેંગ્લોર જીન ૧૮૦ ML પાઉચ નંગ-૨૬ કિ.રૂ.૧,૪૫૬/-
4. કાળા કલરનાં પાઉચમાં અંગ્રેજીમાં ઓલ્ડ સીક્રેટ સ્ટ્રોંગ XXX રમ ૧૮૦ ML પાઉચ નંગ-૪૮ કિ.રૂ.૨,૬૮૮/-
5. પીળા કલરનાં પાઉચમાં અંગ્રેજીમાં બેંગ્લોર વ્હીસ્કી ૯૦ ML પાઉચ નંગ-૯૫ કિ.રૂ.૨,૬૬૦/-
6. પ્લાસ્ટીકની બોટલમાં અંગ્રેજીમાં મીલન વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૪૬ કિ.રૂ.૨,૫૭૬/-
7. આછા કેસરી કલર જેવું આયશર કંપનીનું માલવાહક વાહન રજી.નંબર- GJ-04-W 9357 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
8. સોનેરી કલરનો સેમસંગ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦/-
9. કાળા કલરનો ઇન્ટેલ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૪,૨૮,૩૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખુમાણ, ભહિપાલસિંહ ચુડાસમા, મહેન્દ્દભાઇ ચૌહાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *