Crime

સુરતમાં તરુણીનું અપહરણ કરનાર વિધર્મી પાલઘરથી ઝડપાયો

સચીન લાજપોરમાં શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને 50 વર્ષનો વિધર્મી આધેડ પ્રેમ જાળમાં ફસાવી અજમેર ભગાડી ગયો હતો.આ વિર્ધમીને સચીન પોલીસે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી પોલીસે દબોચી લીધો હતો.અને સચીન પોલીસ તેનો કબજો લઈ સુરત આવી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

કિશોરીને આરોપી ફરવાના બહાને અપહરણ કરી લઇ ગયો હતો. સચીન પોલીસના પીઆઈ પી.આર.દેસાઈની સૂચનાથી એએસઆઈ મુકેશ ટાંકણે અને પીતાંબર વૈકટે બાતમી મળી હતી. બાતમીને આધારે ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના પાલઘર દહાણું બોરડીથી આરોપી અબ્દુલ હમીદ હાસીમ મધિ(50)ને તેની પત્નીની માસીની દીકરીના ઘરેથી પકડી પાડયો હતો.

આરોપીને ઝડપી પાડવાની સાથે પોલીસે કિશોરીને આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી.આ અપહરણ કેસ અંગે વધુ માહિતી આપતા એસ.સી એસટી સેલના એ.સી.પી ઈશ્વર પરમારે  જણાવ્યું  હતું કે  આરોપી રિક્ષાચાલક અબ્દુલ હમીદ કિશોરીને ફરવાના બહાને લઈને ચાલી ગયો હતો.

કિશોરીને આરોપી પહેલા પલસાણાથી બસમાં અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાંથી બંને અજમેર બસમાં ગયા હતા. અજમેરમાં ફરીને આરોપી કિશોરી સાથે રાજસ્થાન બસમાં ગયો અને ત્યાંથી પાછો અમદાવાદ પરત આવ્યો હતો. અમદાવાદથી તે પાછો વડોદરા અને વડોદરાથી તે બુધવારે મોડીરાતે સુરત આવ્યો હતો અને સુરતથી તે દહાણુંની બસમાં પત્નીની માસીની દીકરીના ઘરે કિશોરી સાથે ગયો અને પોલીસે તેને પકડી લીધો હતો.

આ કેસ માટે કુલ 4 ટીમની રચના કરાઈ હતી જેમાં એક ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે અન્ય ત્રણ સચિન પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી.આ કેસનો આરોપી પકડાતા હિન્દૂ સંઘટનો દ્વારા સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.આર દેસાઈનો પુષ્પ ગુછ આપી સન્માન કરવામાં આવ્યો હતો.

સુરતમાં તરુણીનું અપહરણ કરનાર વિધર્મી પાલઘરથી ઝડપાયો

આરોપી તરૂણીને સુરતથી રાજસ્થાન લઈ ગયો હતો

17 વર્ષીય તરુણીને 50 વર્ષનો વિધર્મી આધેડ પ્રેમ જાળમાં ફસાવી અજમેર ભગાડી ગયો હતો

સચીન પોલીસ તેનો કબજો લઈ સુરત આવી

કુલ 4 ટીમ તપાસમાં જોડાઈ હતી

3 સચિન પોલીસની અને 1 ક્રાઈમ બ્રાન્ચની

ટેક્નિકલ સર્વલન્સ અને હુમન ઇન્ટિલેજન્સ સોર્સના આધારે આરોપી ઝડપાયો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *