પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં પકડવાના બાકી આરોપી બીપીનભાઇ ધનસીંગભાઇ ચૌધરી રહે.નહેર ફળીયું,રાણાવેરી તા.વાલોડ જી.તાપીવાળો લોંગીયા ગામના બસ સ્ટેન્ડમા ઉભેલ છે.જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ આવતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.આ અંગે તાપી જીલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-બીપીનભાઇ ધનસીંગભાઇ ચૌધરી ઉ.વ.૪૨ ધંધો.વોચમેન રહે.પાથરડા ગામ,ડુંગરી ફળીયુ તા.સોનગઢ જી.તાપી હાલ રહે.રાણાવેરી નહેર ફળીયુ તા.વાલોડ જી.તાપી
આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-
તાપી જીલ્લો,વાલોડ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૭૨૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ- ૩૭૬(૨), (એફ),૩૭૬ (૨),(જે), ૩૭૬(૨) (એન),૩૭૬(૩), તથા પોકસો એકટ ૨૦૧૨ની કલમ ૪,૫(જે),(૨), ૫(એલ), ૫(એન),૬ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.