પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,રામ સરોવરથી ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસે કાળા કલરનું પેન્ટ તથા સફેદ-બ્લુ કલરનું ટીશર્ટ પહેરેલ એક માણસ શંકાસ્પદ પ્લાસ્ટીકની થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઇને ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં ઇસમ નીચે મુજબની ચીજવસ્તુઓ સાથે હાજર મળી આવેલ.તેઓની પાસે રહેલ ઇલેકટ્રીક ચીજવસ્તુઓ અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ ચીજવસ્તુઓ તે કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શક પડતી મિલ્કત તરીકે કબજે કરવામાં આવેલ.
આ ઇસમની વધુ પુછપરછ કરતાં જણાવેલ કે,આજથી બે દિવસ પહેલા આ ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ સથરા જવાના રસ્તે એક ઓઇલ પ્લોટમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જેથી આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે અલંગ મરીન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસઃ-વિશાલ ઉર્ફે વિશલો જેન્તીભાઇ મકવાણા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.ભારાપરાતા.તળાજા જી.ભાવનગર
તેમની પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. હ્યુડાઇ કંપનીનું LCD ટી.વી,. નંગ-૧ કિ.રૂ.૨,૫૦૦/-
2. ફીલીપ્સ કંપનીના સ્પીકર સેટ નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/-
3. ડેલ કંપનીનુ કોમ્પ્યુટરનું મોનીટર નંગ-૧ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂ.૬,૫૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હો અલંગ મરીન પો.સ્ટે..પાર્ટ એ ગુ.ર.નં.૦૦૦૧/૨૦૨૫ બી.એન.એસ. કલમઃ-૩૩૧(૮) ૩૩૧(૪),૩૦૫ મુજબ
અ કામગીરી માં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, પ્રવિણભાઇ ગળસર, તરૂણભાઇ નાંદવા,પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયાં હતાં.