bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની જોરદાર કામગીરી રૂ.૪૨,૫૭૦/-ના સોના-ચાંદીના દાગીના,ઇમિટેશન જવેલરી તથા મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ઘરફોડ ચોરીના કુલ-૦૪ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ સોહિલ ઉર્ફે નન્નો કળદોરીયા રહે.ઘોઘા રોડ ભાવનગરવાળો તેના હાથમાં રહેલ થેલીમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇને ભાવનગર ભરતનગર ચોકડીના શિવાજી સર્કલ તરફ જવાના ખુણે ઉભો છે.જે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં સોના-ચાંદીના દાગીના,રોકડ રકમ,ઇમિટેશન જવેલરી તથા મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે અંગે તેની પાસે બિલ-આધાર નહિ હોવાથી તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે નીચે મુજબનો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.આ મુદ્દામાલ અંગે તેની પુછપરછ કરતાં આજથી આશરે ચૌદ દિવસ પહેલાં જી.એમ.ડી.સી. કોલોની પાસે,ભરતનગરથી કરેલ ચોરીમાં સોના-ચાંદિના દાગીના,રોકડ રૂ.૧૫,૦૦૦/-તથા ઇમીટેશન જવેલરી મળેલ.આ સિવાયના દાગીના તેના મિત્ર આદિલ ઉર્ફે તપેલી રહે.કુંભારવાડા,ભાવનગરવાળાને વેચવા માટે આપેલ હોવાનું અને તેની પાસેથી કબ્જે કરેલ મોબાઇલ ફોન તેણે પંદર સત્તર દિવસ પહેલાં ગાયત્રીનગરમાંથી ચોરી કરેલ.જેમાં એક મોબાઇલ તથા તેણે સુભાષનગર,વર્ષા સોસાયટીમાંથી ચોરી કરેલ તેમાં મળેલ સોના-ચાંદિના દાગીના તેના મિત્ર આદિલ ઉર્ફે તપેલીને વેચવા માટે આપેલ.તેણે અને આદિલ ઉર્ફે તપેલીએ રાજકોટ, રેલનગરમાંથી ચોરી કરેલ તેમાં મળેલ સોના-ચાંદીના દાગીના આદિલ ઉર્ફે તપેલી પાસે હોવાનું અને બે મહિના પહેલા અકવાડા,અખડાનંદ સોસાયટીમા આવેલ એક બંધ મકાનમાંથી રોકડ રૂ.૭૦,૦૦૦/-ની ચોરી કરેલ તે ચોરીમાંથી વધેલ રૂ.૫,૭૦૦/- કબ્જે કરેલ તેમાં હોવાનું જણાવેલ.જે અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ-
સોહિલ ઉર્ફે નન્નો સ/ઓ હનીફભાઇ કળદોરીયા ઉ.વ.૨૨ ધંધો-છુટક મજુરી રહે. મફતનગર, રામજી મંદીર પાસે, ૧૪ નાળા, ઘોઘા રોડ, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રૂ.૫૦૦ X ૧૦, રૂ.૧૦૦ X ૧૦૭ તથા રૂ.૫૦ X ૧૦૦ મળી કુલ રૂ.૨૦,૭૦૦/- ભારતીય દરની ચલણી નોટો
2. કેસરી જેવું કવર ચડાવેલ કાળા કલરનો સેમસંગ કંપનીનો ડીવાઇસ નેમ-GALAXY-A34 I.M.E.I નંબર-3503863029 93034/350618522993034વાળો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-
3. સોનાની ચુક નંગ-૦૨ વજન-૦.૨૯૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૭૦૦/-
4. ચાંદીની ૧૦ ગ્રામ વજનની લગડી નંગ-૦૩ વજન-૩૦ ગ્રામ કિ.રૂ.૨,૪૦૦/-
5. ચાંદીની ગણેશજીની મૂર્તિ-૦૧ વજન-૧૨ ગ્રામ ૧૨૦ મીલીગ્રામ કિ.રૂ.૯૭૦/-
6. ચાંદીનો ગણેશજીની મૂર્તિવાળો સિક્કો-૦૧ વજન-૧૦ ગ્રામ કિ.રૂ.૮૦૦/-
7. ચાંદીની પીળા ગીલેટ કરેલ ડોકિયા સાથેની બુટ્ટી જોડ-૦૧ વજન-૩૨ ગ્રામ ૬૬૦ મીલીગ્રામ કિ.રૂ.૧.૦૦૦/-
8. હાથમાં પહેરવાના લાલ તથા લીલા મીણાવાળા જાડા પાટલા નંગ-૦૪
9. હાથમાં પહેરવાની પીળા, લાલ તથા લીલા મીણાવાળી જાડી બંગડી નંગ-૦૬
10. હાથમા પહેરવાની નાની બંગડી નંગ-૧૬
11. સફેદ મોતીવાળો કેડ કંદોરો-૦૧
12. પેન્ડલ સાથેનો પીળી ધાતુનો ચેઇન-૦૧
13. કાનમાં પહેરવાની નાની-મોટી બુટી જોડ-૧૦
14. હાથમાં પહેરવાની પીળી ધાતુની પોચી નંગ-૦૨
15. હાથમાં પહેરવાના પીળી ધાતુના લાલ મીણાવાળા વીટી સાથેના પંજા જોડ-૦૨
16. ગળામાં પહેરવાની કાળા તથા પીળા મોતીની કંઠી નંગ-૦૨
17. ગળામાં પહેરવાનો સફેદ મોતીવાળો મોટી બુટી સાથે ગુલાબી મીણાવાળો હાર-૦૧
18. સફેદ ધાતુનો બુટી સાથેનો નાનો હાર-૦૧
19. હાથમાં પહેરવાની પીળી ધાતુવાળી ચોરસ ચકદાવાળી પોચી નંગ-૦૧
20. સાડીમાં નાંખવાની પીન નંગ-૦૨
21. હાથમાં પહેરવાની વીટી નંગ-૦૫
22. સફેદ ધાતુનો જુડો-૦૧
23. લાલ-લીલા-સફેદ મીણાવાળો માથામાં પહેરવાનો પટ્ટો-૦૧
24. સફેદ ધાતુનો ડીઝાઇનનો સીકકો નંગ-૦૨
25. પીળી ધાતુની ગીલેટ કરેલી લાલ મીણાવાળી માળા-૦૧
26. પીળી ધાતુની ગીલેટ કરેલી વીટી નંગ-૧ મળી કુલ રૂ.૪૨,૫૭૦/-નો મુદ્દામાલ

શોધી કાઢેલ ગુન્હોઃ-
1. ભાવનગર, ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૩૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
2. ભાવનગર, ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૩૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૮૦ મુજબ
3. ભાવનગર, ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૮૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
4. રાજકોટ શહેર,પ્રદ્યુમનનગર પો.સ્ટે.ગુ.ર.નં.૦૧૪૩/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

1. ભાવનગર, ઘોઘા રોડ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૧૧૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
2. બોટાદ, ઢસા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૦૫/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
3. ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૭૯૬/૨૦૧૬ જી.પી.એ. કલમઃ-૧૨૨ સી મુજબ
4. ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૧૩૬/૨૦૧૭ જી.પી.એ. કલમઃ-૧૨૨ સી મુજબ
5. અમરેલી, બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૦૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
6. ભાવનગર, ઘોઘા રોડ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૯૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦,૫૧૧ મુજબ
7. ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૨૪૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
8. ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૨૪૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૨૨૪ મુજબ
9. ભાવનગર, ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૨૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૩૯૨ મુજબ
10. ભાવનગર, ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૯૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
11. ભાવનગર, પાલીતાણા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૨૧૧/૨૦૨૧ જી.પી.એ. કલમઃ-૧૨૨ સી મુજબ
12. ભાવનગર, ઘોઘા રોડ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૯૭૫/૨૦૨૧ જી.પી.એ. કલમઃ-૧૨૨ સી મુજબ
13. ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૬૯૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ
14. રાજકોટ શહેર, પ્રદ્યુમનનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૫૩૮/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૫૭,૩૮૦ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.કે.કુરેશી તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,મહેન્દ્દભાઇ ચૌહાણ,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્દભાઇ બરબસીયા,હરપાલસિંહ ગોહિલ,પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *