પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૧૯/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.કો. અલ્ફાઝ વોરાને બાતમીરાહે હકિકત મળેલ કે, મહેંદી કલરનું આખી બાયનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ એક માણસ બિઝનેસ સેન્ટરમાં આવેલ સતનામ દુકાન પાસે રોડ ઉપર ઉભેલ છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોબાઇલ ફોન વિશે પુછપરછ કરતાં તેણે આજથી આશરે છ સાત દિવસ પહેલાં ટોપ થ્રી સિનેમા પાસે તેના મિત્ર હાર્દિક દિલીપભાઇ મહેતા રહે.નવા બે માળીયા, સીતારામ ચોક,ભરતનગર, ભાવનગરવાળાએ આપેલ હતો.આ મોબાઇલ ફોન ચોરી કરીને લાવેલ હોવાની વાત કરેલ હતી. આ મોબાઇલ ફોન પોતે વાપરતો હતો અને રૂપિયાની જરૂરીયાત હોવાથી મોબાઇલ ફોન વેચાણ કરવા માટે ઉભો હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ- કાર્તિક નટવરલાલ મેર ઉ.વ.૩૭ રહે.રૂમ નંબર-૧૦૩/બી,મુખ્યમંત્રી આવાસ યોજના, શેર-એ પંજાબની સામે,ચિત્રા,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- ઓપો કંપનીનો OPPOA78 મોડલ નંબર-CPH2495 તથા IMEI નંબર-86178 4061052350/ 861784061052343 જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૧૩૨૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા, ઇમ્તિયાઝખાન પઠાણ, ચંદ્દસિંહ વાળા,અલ્ફાજ વોરા, મજીદભાઇ શમા, પીનાકભાઇ બારૈયા.