bhavnagarBreaking NewsCrimeGujarat

બે વર્ષ પહેલાં ભાવનગર, શેત્રુંજય રેસીડન્સી પાસે થયેલ હત્યાના ગુન્હામાં સજા પામેલ પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હત્યાના ગુન્હામાં પાકા કામનાં કેદી તરીકે રહેલ ચીરાગ સુનિલભાઇ ગોહિલ રહે.વિઠ્ઠલવાડી,ભાવનગરવાળા પેરોલ રજા ઉપરથી ફરાર થઇને તેના રહેણાંક મકાન પાસે હાજર હોવાની મળેલ માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.
આ દરમિયાન હાજર મળી આવેલ આરોપી ચિરાગ સુનીલભાઇ ગોહિલ ઉ.વ.૨૩ રહે.ઘંટી પાસે, બાવળીયા હનુમાન, વિઠ્ઠલવાડી, ભાવનગર
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ, રાજેન્દ્દભાઇ બરબસીયા, અનિલભાઇ સોલંકી, વગેરે સ્ટાફ જોડાયેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 426

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *