પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
જે અનુસંધાને ગઇકાલ તા.૦૬/૦૪/૨૦૨૪ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓની શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેરમાં જશોનાથ ચોક પાસે,પીલગાર્ડનમાં પક્ષીઘરની પાછળ ત્રણ માણસો ઉભા છે.અને તેની પાસે રોક્ડ રકમ તથા પીળાધાતુની મુર્તિ છે.જે તેઓ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ.તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તેઓ પાસે આધાર-પુરાવા ન હોય.આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.તેઓ ત્રણેયની પુછપરછ કરતાં આજથી આશરે ચારેક દિવસ પહેલા રાત્રીના સમયે એક્ટીવા લઇ વિદ્યાનગર એમ.જે.કોલેજની સામે શ્વેત કમલ સોસાયટીમાં આવેલ બંધ રહેણાંક મકાનમાં ચોરી કરેલ.તે ચોરીથી રોકડ રૂપિયા,ચીજવસ્તુ મળેલ હોવાની કબુલાત કરેલ.જે આગળની વધુ તપાસ થવા માટે તેઓને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમોઃ-
1. નાસીરહુસૈન ઉર્ફે નાગ લીયાકતભાઇ રફાઇ ઉ.વ.૨૦ ધંધો-રીક્ષા ડ્રાયવીંગ રહે.આશાપુરા પાન સેન્ટરની સામે, અવેડા પાસે,કુંભારવાડા,ભાવનગર
2. દિપકભાઇ અરવિંદભાઇ મોણપરીયા. ઉ.વ.૧૮ ધંધો-મજુરી રહે.બહુમાળીયા,શાકમાર્કેટ પાસે, ભરતનગર,ભાવનગર
3. ફારૂકભાઇ કાળુભાઇ શેખ ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.મોભ પાનની ડેલી,વડવા નેરા,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. પોપટી તથા ભુરા કલરના થેલામાંથી કબાટની ચાવી-૦૨ કિ.રૂ.૦૦/-
2. પીળી ધાતુની જૈન પાર્શ્વનાથ ભગવાનની મુર્તિ કિ.રૂ.૫૦૦/-
3. ચાઇના કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૯૦૦/-
4. રૂ.૫૦૦/-ના દરની ચલણી નોટો નંગ-૧૦ રૂ.૫,૦૦૦/-
5. સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૬,૪૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના ભહિપાલસિંહ ચુડાસમા,અરવિંદભાઇ મકવાણા,ઇમ્તિયાઝખાન પઠાણ,ચંદ્દસિંહ વાળા,અલ્ફાઝભાઇ વોરા,સંજયસિંહ ઝાલા