Devotional

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તો હજુ પણ આશ્રમ પર દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી પાસે માં અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલું છે. ગબ્બર પાસે પહાડોમાં વર્ષો જૂનો ચુંદડીવાળા માતાજીનો આશ્રમ આવેલો છે.ચુંદડીવાળા માતાજી વર્ષો સુધી આ પહાડોની વચ્ચે માતાજીની આરાધના અને ભક્તિ કરતા હતા.છ વર્ષ અગાઉ માતાજી સ્વર્ગે સિધાવ્યા બાદ હજુ પણ તેમના આશ્રમ પર ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને તેમના જન્મદિવસની ઉજવણી કરે છે.

શ્રાવણ સુદ આઠમના દિવસે ચુંદડીવાળા માતાજીનો જન્મદિવસ તિથિ પ્રમાણે તેમના આશ્રમ પર ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.સ્વ.પ્રહલાદ જાની ચુંદડી વાળા માતાજી તરીકે ઓળખાય છે. મંદિર ખાતે અનેકો કાર્યક્રમ યોજાયા હતા અને બાદમાં તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગબ્બર પર્વત પાસે પહાડોની વચ્ચે માતાજીનો આશ્રમ આવેલો છે . અહીં દર વર્ષે શ્રાવણ સુદ આઠમના રોજ ચુંદડીવાળા માતાજીનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે,જેમાં અન્નકૂટ,નવચંડી યજ્ઞ, જન્મ મહોત્સવ આરતી સહિત વિવિધ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા.

આદિવાસી સમાજ દ્વારા નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું.કેક કાપીને ભક્તોએ માતાજીના ગરબા રમ્યા હતા.ચુંદડીવાળા માતાજીને બ્રહ્મલીન થયે 6 વર્ષ થયા પણ ભક્તો હજુ પણ માતાજીના આશ્રમે મોટોીસંખ્યામાં દર્શન કરવા આવી રહ્યાં છે. હાજર ભક્તોએ કહ્યું કે માતાજી શરીર રૂપે નથી પણ આત્મા રૂપે અહીં હાજર છે.માતાજીની સમાધિ પર ભક્તોએ દર્શન કરી આરતીમાં જોડાયાં હતા.

અમે વર્ષોથી માતાજીના આશ્રમ પર દરેક કાર્યક્રમોમાં હાજર રહીએ છીએ,છેલ્લા 6 વર્ષથી માતાજી શરીર થી આશ્રમમાં હાજર નથી પણ આત્માથી હાજર છે અને દરેક લોકોની મનોકામના પૂરી કરે છે અને આશીર્વાદ આપે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *