૫૧ શક્તિપીઠ ના પૂજારી જાય એતો ઠીક પરંતુ કનુ મહારાજ ના દક્ષિણ પ્રવાસ નો હેતુ શું????
શા માટે વહીવટદાર અને ટેમ્પલ ઇન્સ્પેકટર શ્રી આ પૂજારી ની આટલા બધા મહેરબાન ?????
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો શ્રદ્ધાળુઓ ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે. જ્યાં વર્ષે દહાડે લાખો ની સંખ્યા માં માઈ ભક્તો આવતા હોય છે.ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દેશ ભર ના ૫૧ શક્તિપીઠો ની પ્રતિકૃતિ સમાન ૫૧ મંદિરો ગબ્બર પર્વત ની ફરતે બાંધ્યા છે.
જેથી ભક્તો ને માં અંબા ઉપરાંત એક જ સ્થળે ૫૧ શક્તિપીઠો ના દર્શન નો લાભ મળે અને આ ૫૧ શક્તિપીઠો ની સેવા પૂજા માટે જેતે મંદિરો માં પૂજારીઓ પણ નીમવામાં આવ્યા છે.જેની સેવા પૂજા ની કાર્યપ્રણાલી શીખવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ પૂજારીઓ ને ટ્રેનિંગ અર્થે પણ દર વર્ષે મોકલાય છે.
પરંતુ આ ૫૧ શક્તિપીઠો ના પૂજારીઓ ઉપરાંત પણ એક કર્મચારી અને પૂજારી એવા મંદિર ટ્રસ્ટ ના પેટા મંદિર અજય માતા મંદિર ના પૂજારી એવા કનુ મહારાજ પર ટ્રસ્ટ ના અધિકારી ની વિશેષ કૃપા હોય તેમ તેઓ જે મંદિર ની સેવા પૂજા સાચવે છે તેવા અજય માતા મંદિર નું ૫૧ શક્તિપીઠ ના મંદિરો માં ક્યાંય સ્થાન છે જ નહીં તેમ છતાં પણ તેમને દક્ષિણ ભારત ખાતે હાલ મોકલાયા છે .ત્યારે જે મંદિર ની કાર્ય પ્રણાલી વર્ષો થી ચાલી રહી છે તેમાં કઈ નવું છે જ નહીં શીખવા માટે તો મોકલવા નો હેતુ શું ?????
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માં પેટા મંદિર ના પૂજારી અને કર્મચારી તરીકે ફરજ બજાવતા કનુ મહારાજ મોટા મોટા અધિકારી / રાજકારણીઓ ની પૂજા કરાવતા કાયમ મીડિયા માં ચમકતા નજરે પડતા હોય છે ત્યારે પોતાના ફરજ સ્થળ છોડી વી.વીઆઇપી. ઓ ની સેવા પૂજા કરાવવા અને મંદિર ના અધિકારીઓ ને સચવાતા આ કનુ મહારાજ હવન ની દક્ષિણા માં પણ ટેમ્પલ ઇન્સ્પેકટર ની ભાગ આપતા હોવાની વાત લોક મુખે ચર્ચાય છે અને ચાલુ ફરજે પાલનપુર ક્યારેક અધિકારી ના ઘરે ઘટ સ્થાપન તો ક્યારેક મોલ માં ખરીદી કરતા નજરે પડે છે.અને વારંવાર ફરિયાદો થવા છતાં પણ બિન્દાસ્ત પણે જેમ કરે છે તેમ કરે જાય છે. જેમાં મળતિયાઓ નો સાથ સહકાર ભરપૂર હોય તેમ કોઈ ડર વગર પોતાનો હવન પૂજા નો સાઇડ વેપાર કરે છે ત્યારે આ બધા વચ્ચે અધિકારીઓ ની વિશેષ કૃપા હોય તેમ ભક્તો ના દાન ના પૈસે મફત માં દક્ષિણ ભારત ના પ્રવાસ નો લ્હાવો પણ લઈ રહ્યા છે.
જે વિચારશીલ બાબત બની જાય છે.કેમકે ૫૧ શક્તિપીઠો ના મંદિરો માં તેઓ જે મંદિર ની પૂજા સાચવે છે તેનું કોઈ મંદિર ૫૧ શક્તિપીઠ મા છે નહીં અને ના તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ફરતે આવેલ ૫૧ શક્તિપીઠ ના મંદિર માં ક્યાંય અજય માતા નું મંદિર નિર્માણ થયેલ છે અને એમ પણ આ મહારાજ તો વર્ષો થી એકજ સ્થાને ચોંટી રહેલા છે અને બીજે ક્યાંય મંદિર માં પોતાની બદલી પણ કરવા કે થવા દેતા નથી તો પછી આ મહારાજ ને દક્ષિણ ભારત ખાતે ક્યાં મંદિર ની સેવા પ્રણાલિકા શીખવા માટે વહીવટદારશ્રી એ મોકલ્યા તે પ્રશ્ન ઉભો થાય છે.?????? અને આ પૂજારી માટે એટલો પ્રેમ ભાવ અને લાગણી કે એમના વિરુદ્ધ થતી અરજી ના જવાબ પણ અધિકારી શ્રી પોતે લખાવે છે ત્યારે આ સમગ્ર પ્રકરણ માં અંદર ખાને “દાળ માં કઈક કાળું ” હોવાનું સ્પષ્ટ થાય છે જે બાબતે હવે મંદિર ના વહીવટદારશ્રી તો ઠીક પરંતુ યાત્રાધામ વિકાસ બોર્ડ અને મંદિર ના ચેરમેન શ્રી કમ કલેકટરશ્રી પોતે રસ લઈ આ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી ઘટતી કાર્યવાહી કરી માઈ ભક્તો ના પૈસા નો દુરુપયોગ થતો અટકાવી અધિકારીઓ ને સચવાતા અને ખીસા ભરતા આવા પૂજારી અને તેમને સાચવતા અધિકારીઓ વિરુદ્ધ પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી
















