શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામા આવે છે. અંબાજી મંદિર ની ઓળખ સમગ્ર વિશ્વમા છે. અંબાજી ખાતે માતાજીના ભક્તો યાત્રીકો બારેમાસ અંબાજી આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિરમા હાલમાં સૌથી મોટો ધજાનો કાળો કારોબાર ચાલુ થઈ ગયો છે.
અંબાજી મંદિર ખાતે આવતા ભક્તોને ધજાના નામે જબરદસ્ત છેતરવામા આવે છે.અંબાજી મંદિર બહાર કેટલીક પ્રસાદની દુકાનો સાથે ભાવ નક્કી કરાય છે ત્યારબાદ આ યાત્રીકોને ૭ નંબર ગેટ બહાર મૂકી કેટલાક પ્રસાદના એજન્ટો જતા રહે છે પછી સાત નંબર ગેટ બહાર ચોક્કસ મહારાજ આવીને યાત્રિકોને અંદર લઇ જાય છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ ધજાના નામે કેટલાક મહારાજો યાત્રીકોને ફસાઈ રહ્યા છે અને મોટી રકમ પડાવી રહ્યા છે જેમા અંબાજી મંદિરના કેટલાક કર્મચારીઓ પણ સામેલ છે. ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસ ખાતે કોઈ ધજાનુ પૂછવા જાય ત્યારે ઓફિસ થી ચોક્કસ મહારાજને બોલાવવામા આવે છે અને ૫૧૦૦ થી ચાલુ થાય છે વહીવટ અને ઉઘરાણા. કેટલાક મહારાજ તો મંદીર મા મોબાઇલ પ્રતિબંધ હોઇ પોતાના મોબાઇલ થી વિડિયો અને ફોટાઓ પાડીને યાત્રિકોને મોક્લી આપે છે.
અંબાજી મંદિરમા છેલ્લા કેટલાક મહિનાઓથી ધજાના નામે સૌથી મોટો કાળો કારોબાર ચાલુ થઈ ગયો છે. અંબાજી મંદિર ના સાત નંબર ગેટ પાસે અને મંદિર ચોક ખાતે આવા કેટલાક મહારાજો ફરી અને યાત્રિકો ફસાઇ ને રોજના ૨૦ થી ૨૫ હજાર કમાઇ રહ્યા છે.
@@ અંબાજી મંદિર વિકાસ મહારાજ કરી રહ્યા છે ઉઘરાણા @@
અંબાજી મંદિર ખાતે અગાઉના વહીવટદાર સિદ્ધિ વર્માએ સીસીટીવી કેમેરામા જોઈને ૭ નંબર ગેટ થી આવા મહારાજો પર પ્રતિબંધ મૂકાયો હતો.સિક્યુરિટી સબ ઇન્સ્પેકટર દ્વારા પોતાના જીઆઇએસ ના ગ્રૂપ મા વિકાસ અને બટકા મહારાજ નો ફોટો મૂકી આદેશ કરાયો હતો કે આ ૨ મહારાજ ને કોઈપણ ગેટ થી પ્રવેશ આપવો નહિ અને થોડા સમય આવુ રહ્યુ પછી વહીવટદાર બદલાતા આ વિકાસ મહારાજ ધજાના નામે કાળો કારોબાર ફરી શરૂ કરી દિધો છે. અંબાજી મંદિર અને ચાચર ચોકમા આ વિકાસ મહારાજ યાત્રિકોને ધજાના નામે છેતરી ખુબજ રૂપિયા ભેગા કરીને સારું મકાન તૈયાર કરાયુ છે. વિકાસ મહારાજ દ્વારા સૌથી મોટું કૌભાંડ યાત્રીકો ને છેતરી રૂપિયા બનાવાઈ રહ્યા છે.
@@ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોઇજ પગલા લેવામા આવતા નથી @@
રોજના ઘણા યાત્રીકો લુંટાઈ રહ્યા છે પણ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કોઇજ પગલા લેવામા આવતા નથી.
@@ ગણપતી મંદીર, અંબિકેશ્વર મહાદેવ થી ધજાનુ સૌથી મોટુ સેટિંગ @@
અંબાજી મંદિર ખાતે વિકાસ મહારાજ ની ધજાઓ ગણપતી મંદીર ખાતે પડેલી હોય છે. ધજાના નામે ૨૧૦૦,૫૧૦૦,૧૧૦૦૦ સુધીના ભાવ લેવાઈ રહ્યા છે.૩૦૦ ની ધજાના ૧૦ ઘણા ઉપર ભાવ લેવાઇ રહ્યા છે.
@@અંબાજી મંદિર કયા મહારાજે કરોડનીજમીન રાખી @@
અંબાજી મંદિર ખાતે એક મંદીર મા ૧૨ હજાર પગાર મા નોકરી કરતા મહારાજે હાલમા કરોડો ની સંપતી બનાવી છે. આ મહારાજ ખુબજ મીઠુ બોલી લોકો આગળ સામાન્ય દેખાવડો ઊભો કરે છે. આ મહારજે એક હોટલ પાસે કરોડ ની જમીન હાઈવે ટચ રાખી છે તેનો ભાગીદાર ગાદીમા ફરજ બજાવતો આ બાબતે વિજિલન્સ તપાસ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી