bhavnagarBreaking NewsGujaratHelthOther

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના એક ખેડૂત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક તેમના ફાર્મમાં જ વેચાણ કરી કમાણી કરી રહ્યા છે.

ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે.

આ ઉપરાંત સાત વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેવો દૂધી,તુરીયા,કારેલા,ભીંડો,પપૈયા,રીંગણા,મરચી,ચીકુની નું ઉત્પાદન મેળવે છે.

ગાય આધારિત ખેતીમાં તેવો ગાયનું છાણ,ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.તેમનું ઉત્પાદન થયેલો પાક બજારમાં લઈ જવાની જરૂર પડતી નથી.તેમના ફાર્મમાં સ્ટોલ નાખીને તેમનું વેચાણ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 100

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *