bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની નાની-મોટી બોટલો નંગ-૪૬૨ કિ.રૂ.૧,૮૬,૩૭૦/-સહિત કુલ કિ.રૂ.૩,૩૯,૩૭૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પેરોલ ફર્લો સ્કવોડ ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયાને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

જે અનુસંધાને તા.૧૩/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સ્ટાફનાં માણસો ઉપરોકત સુચના અન્વયે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,રામલાલ રહે.રાજસ્થાનવાળો પોતાની કબ્જાની સફેદ કલરની ટાટા ઇન્ડીકા ફોર વ્હીલ કાર રજી. નં.GJ-27-C-3583માં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે ભાવનગર તરફ લઇને આવે છે.” જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્ષ હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબના માણસ કારમાં ભરેલ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ-રામલાલ મુકનારામ લોહાર ઉ.વ.૩૯ ધંધો-ડ્રાયવીંગ રહે.અલીબાવ તા.ચીતલવાણા, જી.સાંચોર,રાજસ્થાન

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પે.વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૧,૧૦,૪૦૦/-
2. ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પે.વ્હીસ્કી ૩૭૫ ML બોટલ નંગ-૧૧૬ કિ.રૂ.૨૬,૬૮૦/-
3. 8 PM સ્પે. રેર વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૪૯,૨૯૦/-
4. સફેદ કલરની ટાટા કંપનીની ઇન્ડીકા વિસ્ટા કાર રજી.નં.GJ-27-C-3583 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
5. મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૯,૩૭૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અરવિંદભાઇ મકવાણા,ચંદ્દસિંહ વાળા,હારિતસિંહ ચૌહાણ,અલ્ફાઝભાઇ વોરા,સત્યજીતસિંહ ચુડાસમા,અલ્ફાઝ વોરા,હસમુખભાઇ પરમાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *